IPL 2019: ભારે રોમાંચ બાદ રાજસ્થાનનો વિજય

Apr 13, 2019, 21:26 IST

એક સમયે એકતરફી જીતી રહેલી રાજસ્થાનની ટીમે મેચની અંતમાં વિકેટ ગુમાવી હતી. એક પછી એક વિકેટ ગુમાવતા રાજસ્થાન માટે જીત મુશ્કેલ બની હતી જો કે અંતે મેચ રાજસ્થાનના ખાતામાં રહી હતી.

IPL 2019: ભારે રોમાંચ બાદ રાજસ્થાનનો વિજય
બટલરની ધમાકેદાર ઈનિંગ

IPL 2019ના સુપર વિકેન્ડના પહેલા મુકાબલા રાજસ્થાન અને મુંબઈ વચ્ચે રમાયેલી મેચમાં રાજસ્થાનની જીત થઈ છે. એક સમયે એકતરફી જીતી રહેલી રાજસ્થાનની ટીમે મેચની અંતમાં વિકેટ ગુમાવી હતી. એક પછી એક વિકેટ ગુમાવતા રાજસ્થાન માટે જીત મુશ્કેલ બની હતી જો કે અંતે મેચ રાજસ્થાનના ખાતામાં રહી હતી. જોસ બટલરની ધમાકેદાર 89 રનની ઈનિંગના કારણે રાજસ્થાન મેચ જીતવામાં સફળ રહી હતી.


પહેલા બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સની શરુઆત જોરદાર રહી હતી જો કે એકપછી એક વિકેટ ગુમાવતા મુંબઈ 187 રન જ બનાવી શકી હતી. મુંબઈ 11મી ઓવરમાં જ 100 રન બનાવી લીધા હતા જો કે રોહિત અને ડિ કોકના આઉટ થયા બાદ કોઈ પણ પ્લેયર ખાસ પ્રદર્શન કરી શક્યો હતો નહી. ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ હાર્દિક પંડ્યાએ માત્ર 11 બોલમાં 28 રનની ધુઆંધાર ઈનિંગ રમી હતી. રાજસ્થાન તરફથી જોફરા આર્ચર ફરી એકવાર સફળ બોલર સાબિત થયો હતો. આર્ચરે ટીમ માટે 3 વિકેટ ઝડપી હતી

187ના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન ટીમની શરુઆત પણ સારી રહી હતી. ઓપનિંગ જોડી રહાણે-બટલરે ઈનિંગને ધમાકેદાર શરુઆત આપી હતી જો કે રહાણે વધારે લાંબી ઈનિંગ રમી શક્યો હતો નહી અને 37ના સ્કોરે આઉટ થયો હતો. જો કે બટલર શૉ હજુ પણ ચાલુ જ હતો બટલર 89 રનની ધમાકેદાર ઈનિંગથી મેચ એકતરફી કરી હતી જો કે બટલરના આઉટ થતા માત્ર 20 બોલમાં રાજસ્થાને 4 વિકેટ ગુમાવી હતી જેના કારણે ટીમ પ્રેશરમાં આવી હતી જો કે અંતે વિજય રાજસ્થાનના નામે રહ્યો હતો. કૃણાલ પંડ્યાએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી આ સિવાય બુમરાહ 2 અને ચાહરના નામે 1 વિકેટ રહી હતી. રાજસ્થાન રોયલ્સે IPLની 12મી સીઝનમાં બીજી જીત મેળવી છે

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK