IPL 2019: રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 162નો ટાર્ગેટ

Apr 20, 2019, 18:11 IST

IPL 2019ની 12મી સીઝનની 36મી મેચને જીતવા રાજસ્થાનને 162 રનનો સ્કોર ચેઝ કરવાનો રહેશે. જયપુરના મેદાન પર પહેલા બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 5 વિકેટના નુકસાને 161 રન બનાવ્યા હતા.

IPL 2019: રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 162નો ટાર્ગેટ
રોયલ્સને જીતવા માટે 162નો ટાર્ગેટ

IPL 2019ની 12મી સીઝનની 36મી મેચને જીતવા રાજસ્થાનને 162 રનનો સ્કોર ચેઝ કરવાનો રહેશે. જયપુરના મેદાન પર પહેલા બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 5 વિકેટના નુકસાને 161 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ડિકોકે 47 બોલમાં 65 રનની મહત્વની ઈનિંગ રમી હતી. જ્યારે શ્રેયસ ગોપાવે ફરી એકવાર મિડઓવર્સમા રાજસ્થાનને 2 વિકેટ અપાવી હતી.

રાજસ્થાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરતા 11 રને મુંબઈ રોહિતની વિકેટ ગુમાવી હતી. રોહિત શર્માના આઉટ થતા ડિકોક અને સૂર્યકુમારે બાજી સંભાળી હતી અને ટીમના સ્કોરને 100ને પાર પહોચાડ્યો હતો. સૂર્યકુમારે 33 બોલમાં 34 રન બનાવ્યા હતા અને સ્ટુઅર્ટ બિનીનો શિકાર બન્યો હતો. ડિકોકે 6 ફોર્સ અને 2 સિક્સની મદદથી 47 બોલમાં 65 રન બનાવ્યા હતા. ડેથ ઓવર્સમાં હાર્દિક પંડ્યાએ 15 બોલમાં 23 રનની મહત્વની ઈનિંગ રમી હતી.

પહેલા બોલિંગ કરતા રાજસ્થાને રોહિત શર્માને સસ્તામાં આઉટ કર્યો હતો જો કે બીજી વિકેટ માટે 14મી ઓવર સુધી રાહ જોવી પડી હતી. શ્રેયસ ગોપાલે ફરી સાબિત કર્યું કે તેમને ટીમમાં કેમ મહત્નના સ્પિનર મનાય છે. શ્રેયસ ગોપાલે 4 ઓવરમાં 21 રન આપી 2 વિકેટ ઝડપી હતી. ઈકોનોમી સ્પેશિયાલિસ્ટ જોફરા આર્ચરે 4 ઓવરમાં માત્ર 22 રન આપી 1 વિકેટ ઝડપી હતી. આ સિવાય ઉનડકટ અને બિનીના ખાતામાં 1-1 વિકેટ ગઈ હતી.

 

આ પણ વાંચો: IPL 2019: રહાણેની જગ્યાએ સ્ટિવ સ્મિથ રાજસ્થાન રોયલ્સનો નવો કેપ્ટન


રાજસ્થાન ટુર્નામેન્ટમા 6 મેચ ગુમાવી ચુક્યું છે. આ સીઝનમાં બની રહેવા માટે આ મેચ જીતવી તેની માટે ફરજીયાત છે. મુંબઈ ઈન્ડિયન્સ પણ ટોપ 4માં સ્થાન બનાવવા આ મેચને જીતવા મેદાન પર ઉતરશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK