IPL 2019 : આજે કલકત્તાના રસેલને રોકવામાં સફળ રહેશે રાજસ્થાન?

Apr 07, 2019, 10:03 IST

બન્ને વચ્ચે રમાયેલી ૧૯ મૅચમાં બન્ને ટીમ ૯-૯ જીત સાથે લેવલમાં છે

IPL 2019 : આજે કલકત્તાના રસેલને રોકવામાં સફળ રહેશે રાજસ્થાન?
રસેલ

જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં આજે રાતના ૮ વાગ્યાથી અજિંક્ય રહાણેની કૅપ્ટન્સીવાળી રાજસ્થાન અને દિનેશ કાર્તિકની લીડરશિપવાળી કલકત્તાની ટીમ વચ્ચે રોમાચંક મૅચ રમાવાની આશા છે. બન્ને ટીમ બૅટિંગ અને બોલિંગમાં સંતુલિત છે. બન્ને ટીમોએ છેલ્લી મૅચ એકેય મૅચ જીતી ન શકનારી બૅન્ગલોર સામે રમી હતી અને વિજય મેળવ્યો હતો. આ સીઝનમાં રાજસ્થાનની શરૂઆત ખરાબ રહી હતી, ૩ પરાજય પછી એણે બૅન્ગલોરને હરાવવામાં સફળતા મેળવી હતી. રાજસ્થાનના યંગ બોલર શ્રેયસ ગોપાલે બૅન્ગલોર સામે ૪ ઓવરમાં ફક્ત ૧૨ રન આપીને ૩ વિકેટ મેળવી હતી. તેની ૩ વિકેટમાં વિરાટ, એબી ડિવિલિયર્સ અને હેટમાયર જેવા અટૅકિંગ બૅટ્સમૅનો સામેલ હતા. રાજસ્થાનની ટીમ પાસે સંજુ સેમસન, રાહુલ ત્રિપાઠી, ધવલ કુલકર્ણી જેવા ટૅલન્ટેડ ખેલાડીઓ છે જે કલકત્તાને હરાવવા કૅપેબલ છે. પૉઇન્ટ ટેબલમાં તેઓ સાતમા ક્રમે છે.

શાહરુખ ખાનની ઓનરશિપવાળી કલકત્તાની ટીમ અત્યારે જબરજસ્ત ફૉર્મમાં છે. તેમના વિદેશી ખેલાડીઓ સુનીલ નારાયણ, કાર્લોસ બ્રેથવેટ, લૉકી ફગ્યુર્સન, આન્દ્રે રસેલ અને ક્રિસ લિન કોઈ પણ બોલિંગ અટૅકને ઝૂડવા સક્ષમ છે. રૉબિન ઉથપ્પા, શુભમન ગિલ, કુલદીપ યાદવ ટીમની સ્ટ્રેન્ગ્થ વધારે છે. ૧૯માંથી બન્ને ટીમે ૯-૯ જીત મેળવી છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK