IPL 2019: જયપુરમાં રાજસ્થાને બૅન્ગલોરને સાત વિકેટથી હરાવીને જીતનું ખાતું ખોલ્યું

Apr 03, 2019, 11:28 IST

૧૦૦મી મૅચ પણ ન જીતી શક્યો બૅન્ગલોરનો કૅપ્ટન વિરાટ કોહલી, પાર્થિવના ૪૧ બૉલમાં ૬૭ રનને કારણે કોહલીની ટીમે બનાવ્યા ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૫૮ રન

IPL 2019: જયપુરમાં રાજસ્થાને બૅન્ગલોરને સાત વિકેટથી હરાવીને જીતનું ખાતું ખોલ્યું
જબરદસ્ત બોલિંગ : બૅન્ગલોર સામે ૪ ઓવરમાં ફક્ત ૧૨ રન આપીને ૩ વિકેટ લેનાર રાજસ્થાનનો સ્પિનર શ્રેયાસ ગોપાલ

જૉસ બટલર, સ્ટીવન સ્મિથ અને રાહુલ ત્રિપાઠીની શાનદાર બૅટિંગથી જયપુરમાં રાજસ્થાને બૅન્ગલોરને સાત વિકેટથી હરાવીને આ સીઝનની પહેલી જીત મેળવી હતી. બૅન્ગલોરના કૅપ્ટન તરીકે વિરાટ કોહલી ૧૦૦મી મૅચમાં પણ જીત મેળવી ન શક્યો હતો અને આ સીઝનની આ તેની સતત ચોથી હાર થઈ હતી.

વિરાટ કોહલીની બૅન્ગલોરની ટીમે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન સામે ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૫૮ રન બનાવ્યા હતા. ટૉસ જીતીને રાજસ્થાનના કૅપ્ટન અજિંક્ય રહાણેએ પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

congrats

જીત માટે તરસતાં બૅન્ગલોરના સમર્થકો ગઈ કાલે કોહલી ઍન્ડ ટીમને ચિઅરઅપ કરવા માટે બૅનર લઈને આવ્યા હતા.

પાછલી મૅચમાં હૈદરાબાદ સામે ૩૫ રનમાં ૬ વિકેટ ગુમાવનારી બૅન્ગલોરની ટીમના ઓપનર વિરાટ કોહલી (૨૩) અને પાર્થિવ પટેલે ૬.૩ ઓવરમાં ૪૯ રનની પાર્ટનરશિપ કરી હતી. એબી ડિવિલિયર્સ (૧૩) અને શિમરન હેટમાયર (૧)ની વિકેટો ૧૦.૧ ઓવર સુધીમાં ગુમાવ્યા પછી પાર્થિવ અને માર્કસ સ્ટોઇનિસ વચ્ચે ૫૩ રનની કીમતી પાર્ટનરશિપ થઈ હતી.

સ્પિનરોની કમાલ

રાજસ્થાનના સ્પિનરોએ કરકસરભરી બોલિંગ કરીને હરીફ ટીમના બૅટ્સમેનોને છૂટથી રન બનાવવા દીધા ન હતા. પાર્થિવ પટેલે ૪૧ બૉલમાં ૯ ફોર અને ૧ સિક્સરની મદદથી ૬૭ રન બનાવ્યા હતા. બૅન્ગલોરની ટીમે છેલ્લી ૪ ઓવરમાં ૪૧ રન બનાવ્યા હતા. ડેથ ઓવરમાં માર્કસ સ્ટોઇનિસે ૨૮ બૉલમાં ૨ ફોર અને ૧ સિક્સરની મદદથી નૉટઆઉટ ૩૧ અને મોઇન અલીએ ૯ બૉલમાં ૨ ફોર અને ૧ સિક્સરની મદદથી નૉટઆઉટ ૧૮ રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : સતત ત્રીજા વર્ષે ભારતે જાળવી રાખી ટેસ્ટ ચૅમ્પિયનશિપ ગદા

બૅન્ગલોરને શ્રેયાસ ગોપાલ ભારે પડ્યો

રાજસ્થાનના સ્પિનર શ્રેયાસ ગોપાલે ગઈ કાલે બૅન્ગલોર સામે ૪-૧-૧૨-૩ની શાનદાર બોલિંગ કરી હતી. મિડલ ઓવર્સમાં તેની કરકસરભરી બોલિંગને કારણે સ્ટાર ખેલાડીઓથી ભરેલી બૅન્ગલોરની ટીમ ૧૮૦ રનના ચૅલેન્જિંગ ટોટલ સુધી પહોંચી શકી ન હતી. રાજસ્થાનના સ્પિનરોએ ૮ ઓવરમાં ફક્ત ૩૧ રન આપીને ૩ વિકેટ લીધી હતી.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK