IPL 2019: હારનો બદલો લેવા મેદાન પર ઉતરશે રાજસ્થાન

Apr 11, 2019, 16:41 IST

જયપુરના સવાઈ માનસિંહ મેદાન પર આજે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે IPLનો મુકાબલો થવા જઈ રહ્યો છે. રાજસ્થાન અને ચેન્નાઈ વચ્ચે આ સીઝનમાં બીજીવાર સામ સામે આવશે.

IPL 2019: હારનો બદલો લેવા મેદાન પર ઉતરશે રાજસ્થાન
આ IPLની બીજી જીત મેળવવા રાજસ્થાન રોયલ્સ મેદાન પર ઉતરશે

જયપુરના સવાઈ માનસિંહ મેદાન પર આજે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે IPLનો મુકાબલો થવા જઈ રહ્યો છે. રાજસ્થાન અને ચેન્નાઈ વચ્ચે આ સીઝનમાં બીજીવાર સામ સામે આવશે. પહેલી મેચમાં ચેન્નાઈની ધોની બ્રિગેડે રોયલ્સને હાર આપી હતી. એક તરફ રહાણેની રોયલ્સ ટીમ હારનો બદલો લેવા મેદાન પર ઉતરશે જ્યારે ધોની તેની જીતની સેન્ચુરી મારવા મેદાન પર ઉતરશે.

22મી વાર આમને સામને થશે રોયલ્સ-સુપર કિંગ્સ

આ સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બીજી વાર આમને સામને થશે. આ પહેલા રમાયેલી મેચમાં ધોની બ્રિગેડે રોયલ્સને 8 રને રોમાચંક હારનો સામનો કરાવ્યો હતો. ચેન્નાઈની ટીમે આપેલા 175 રનના ટાર્ગેટ સામે રાજસ્થાન રોયલ્સ 167 રન જ બનાવી શકી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સની આ રાજસ્થાનની સામે 13મી જીત હતી. રાજસ્થાન અને ચેન્નાઈ અત્યાર સુધી 21 વાર સામ સામે આવ્યા છે જેમાં 13 વાર ચેન્નાઈ જ્યારે 7 મેચમાં રાજસ્થાનની જીત થઈ છે.

 

આ પણ વાંચો: IPL 2019: મહેન્દ્ર ધોની મારી શકે છે આજે IPLમાં જીતની સેન્ચૂરી

 

સ્મિથ-સ્ટોક્સ પર રહેશે નજર

આ વર્ષે ચેન્નાઈ 6માંથી 5 મેચમાં જીત મેળવી ચૂકી છે જ્યારે રાજસ્થાન માત્ર 1 જીત મેળવી શકી છે. રાજસ્થાને આગળની સફરને સરળ બનાવવા માટે આ મેચ જીતવી જરુરી છે. આ સીઝનમાં સ્ટીવ સ્મિથ અને બેન સ્ટોક્સ હજુ કઈ ખાસ કરી શકી નથી તેમની પર પણ ખાસ નજર રહેશે. રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આજે સાંજે 8 વાગ્યાથી મુકાબલો શરુ થશે. ધોની પર પણ આજે વિશેષ નજર રહેશે ધોની અત્યાર સુધી IPLમાં 99 મેચ જીત્યો છે જો ધોની બ્રિગેડ આજે 100મી જીત મેળવી શકે છે અને જો આમ થશે તો તે 100 જીત મેળવનાર ipl ઈતિહાસનો પહેલો કેપ્ટન બની જશે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK