IPL 2019: સંજુની સેન્ચુરી, હૈદરાબાદને જીતવા 199નો ટાર્ગેટ

Published: Mar 29, 2019, 21:53 IST

જિંક્યા રહાણેના 49 બોલમાં 70 રન અને સંજુ સેમસનના 55 બોલમાં 102 રનની મદદથી રાજસ્થાને 198 રન બનાવ્યા હતા. પહેલી વિકેટ પછી અજિંક્યા રહાણે અને સંજુ સેમસને મક્કમ શરુઆત કરી હતી.

માત્ર 55 બોલમાં 102 રન
માત્ર 55 બોલમાં 102 રન

સંજુ સેમસન અને અંજિક્ય રહાણેની ધમાકેદાર ઈનિંગના કારણે રાજસ્થાને 20 ઓવર બાદ બનાવ્યા 198 રન. અજિંક્યા રહાણેના 49 બોલમાં 70 રન અને સંજુ સેમસનના 55 બોલમાં 102 રનની મદદથી રાજસ્થાને 198 રન બનાવ્યા હતા. પહેલી વિકેટ પછી અજિંક્યા રહાણે અને સંજુ સેમસને મક્કમ શરુઆત કરી હતી. રાજસ્થાન રોયલ્સની બેટિંગ સામે સન રાઈઝર્સ હૈદરાબાદનો એક પણ બોલર ચાલ્યો નથી. ભુવનેશ્વર કુમાર પણ મોંઘો સાબિત થયો હતો.

ટોસ જીતીને રાજસ્થાને બેટિંગ કરવાની શરુઆત કરી હતી. એક સ્ટ્રેટેજી અનુસાર ધીમી શરુઆત અને પછી ધમાકેદાર ઈનિંગ્સની મદદથી રાજસ્થાન મોટા સ્કોર સુધી પહોંચી શકી હતી. એક સમયે રહાણે 25 બોલમાં 25 રન પર રમી રહ્યા હતા જ્યારે માત્ર 49 બોલમાં 70 રને રહાણે આઉટ થયો હતો પરંતુ સંજુ સેમસને તેની ધમાકેદાર ઈનિંગને રોકી હતી નહી અને માત્ર 55 બોલમાં 102 રન બનાવતા IPLની બીજી સદી ફટકારી હતી. મેચની અંતમાં બેન સ્ટોક્સ પણ આ હિટિંગ પાર્ટીમાં જોડાયો હતો અને 9 બોલમાં 16 રન ફટકાર્યા હતા.

સન રાઈઝર્સ તરફથી રાશીદ ખાન અને સાહબાઝ નદીમના ખાતામાં એક વિકેટ રહી હતી. આ સિવાય કોઈ પણ બોલર ખાસ પ્રદર્શન કરી શક્યો હતો નહી. ભુવનેશ્વર કુમારે પણ 4 ઓવરમાં 55 રન આપ્યા હતા. બન્ને ટીમો IPL 2019ની પહેલી જીતની તપાસ કરી રહી છે એક તરફ રાજસ્થાનનો મોટો સ્કોર સામે હૈદરાબાદમાં કેલ વિલિયમસન, ડેવિડ વોર્નર જેવા અનુભવી બેટ્સમેન

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK