IPL 2019: રોયલ્સને જીત માટે 176 રનનો ટાર્ગેટ, ધોનીની ધમાકેદાર ઈનિંગ

Mar 31, 2019, 22:12 IST

20 ઓવરના અંતે ધોનીના 75 રનની મદદથી 175 રન બનાવ્યા છે. રાજસ્થાન તરફથી શરુઆત સારી રહી હતી જો કે ઈનિંગનો અંત ચેન્નાઈના પક્ષમાં રહ્યો હતો.

IPL 2019: રોયલ્સને જીત માટે 176 રનનો ટાર્ગેટ, ધોનીની ધમાકેદાર ઈનિંગ
ધોનીની ધમાકેદાર 75 રનની ઈનિંગ (ફોટો: IPL)

પહેલા બેટિંગ કરતા ચેન્નાઈએ શરુઆતમાં 3 વિકેટ ગુમાવી હતી ત્યારબાદ રૈના અને ધોનીએ બાજી સંભાળી હતી. 20 ઓવરના અંતે ધોનીના 75 રનની મદદથી 175 રન બનાવ્યા છે. રાજસ્થાન તરફથી શરુઆત સારી રહી હતી જો કે ઈનિંગનો અંત ચેન્નાઈના પક્ષમાં રહ્યો હતો. 20 ઓવરમાં ચેન્નાઈ 175 રન ફટકાર્યા હતા. ધોની સિવાય રૈના (36) અને બ્રાવો (27) રનની મહત્વની ઈનિંગ રમી હતી. રાજસ્થાન તરફથી આર્ચરે 4.5ની ઈકોનોમીથી રન આપી 2 વિકેટ ઝડપી હતી

ટોસ જીતીને રાજસ્થાને ચેન્નાઈને બેટિંગ કરવા માટે આમત્રંણ આપ્યું હતુ. ચેન્નાઈ શરુઆતમાં ત્રણ વિકેટ ગુમાવતા પ્રેશરમાં આવ્યું હતુ જો કે ધોની અને રૈનાએ મળીને ટીમના સ્કોરને મકકમતાથી આગળ વધાર્યો હતો. રૈના અને ધોની વચ્ચે 51 રનથી પાર્ટનરશિપ થઈ હતી. રૈનાના આઉટ થયા બાદ ધોની અને બ્રાવોએ ધુંઆધાર ઈનિંગ રમી હતી. ધોનીએ માત્ર 46 બોલમા 75 રન ફટકાર્યા હતા અને બ્રાવોએ 15 બોલમાં 27 રન ફટકાર્યા હતા.

રાજસ્થાન રોયલ્સ તરફથી આર્ચર સૌથી સફળ બોલર રહ્યો હતો. હમેશાની જેમ આર્ચરે બેસ્ટ ઈકોનોમી સાથે ટીમને 2 સફળતા અપાવી હતી. આ સિવાય ધવલ કુલકર્ણી, બેન સ્ટોક્સ અને જયદેવ ઉનડકટને 1-1 સફળતા મળી હતી. રાજસ્થાન રોયલ્સને આ IPLની પહેલી જીત મેળવવા 176 રન ચેઝ કરવાના રહેશે

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK