IPL 2019: મુંબઈ પહોંચી સન્માનજનક સ્કોરે, SRHને જીતવા 137નો ટાર્ગેટ

Apr 06, 2019, 22:06 IST

મુંબઈની ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 136 રન બનાવ્યા હતા.પોલાર્ડની માત્ર 26 બોલમાં 46 રનની ધુંઆધાર ઈનિંગના કારણે મુંબઈ સન્માનજનક સ્કોરે પહોચી શક્યું હતું.

IPL 2019: મુંબઈ પહોંચી સન્માનજનક સ્કોરે, SRHને જીતવા 137નો ટાર્ગેટ
મુંબઈ ટોપ ઓર્ડર નિષ્ફળ

ફરી એકવાર મુંબઈ ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યું છે. શરુઆતી વિકેટ પડતાની સાથે સાથે મિડલ ઓર્ડર પણ ખાસ કરી શક્યુ હતુ નહી. મુંબઈની ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 136 રન બનાવ્યા હતા.પોલાર્ડની માત્ર 26 બોલમાં 46 રનની ધુંઆધાર ઈનિંગના કારણે મુંબઈ સન્માનજનક સ્કોરે પહોચી શક્યું હતું. પહેલા બેટિંગ કરતા પોલાર્ડ સિવાય કોઈ પણ બેટ્સમેન ટીમ માટે સારુ પ્રદર્શન કરી શક્યો હતો નહી જેના કારણે મુંબઈએ 7 વિકેટના નુકસાન માત્ર 136 રન બનાવી શક્યું હતું. હૈદરાબાદી બોલરો ફરી એકવાર સાબિત કરી બતાવ્યુ છે કે તેઓ iplની બેસ્ટ બોલિંગ ધરાવે છે.

ટોસ જીતીને રોહિત શર્માએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જે ટીમ માટે સફળ રહ્યો હતો નહી. 21 રને પહેલી વિકેટ ગુમાવ્યા બાદ કોઈ પણ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો હતો નહી અને 'તુ ચલ મે આયા'ની રીતે એક પછી એક વિકેટ ગુમાવી હતી. પોલાર્ડે ફરી એકવાર ફરી સાબિત કર્યું છે કે તે મિડલમાં ટીમ માટે કેટલો મહત્વનો છે. પોલાર્ડે માત્ર 26 બોલમાં 46 રનની મહત્વની ઈનિંગ રમી હતી જેના કારણે જ મુંબઈ 136ના સ્કોરે પહોચી શક્યું હતું.

 

આ પણ વાંચો: IPL 2019: મુંબઈ પહોંચી સન્માનજનક સ્કોરે, SRHને જીતવા 137નો ટાર્ગેટ

 

IPLની બેસ્ટ બોલિંગ ધરાવતી હૈદરાબાદે ફરી એકવાર સાબિત કર્યુ છે કે તેમને iPLની બેસ્ટ બોલિંગ ટીમ કેમ કેવાય છે. હૈદરાબાદના બોલરોની ચુસ્ત બોલિંગના કારણે તેમણે એક પછી એક વિકેટ લેતા મુંબઈના રન રેટમાં પણ વધારો ન થવા દીધો. જેનુ પરિણામ મુંબઈના ટોટલમાં જોઈ શકાય છે. જોવાનુ રહેશે કે બેસ્ટ ઓપનિંગ જોડી સાથે હૈદરાબાદ મેચને જીતે છે કે મુંબઈના બોલર્સ તેમનો દમ દેખાડશે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK