વૉર્નર વગરના હૈદરાબાદની મુંબઈ સામે અગ્નિપરીક્ષા

Published: May 02, 2019, 12:23 IST | (મિડ-ડે પ્રતિનિધિ) | મુંબઈ વાનખેડે સ્ટેડિયમ

જે ટીમ આજે વાનખેડે સ્ટેડિયમમાં બાજી મારશે એનું પ્લે-ઑફમાં સ્થાન લગભગ નક્કી

મૅચ પહેલાંની મસ્તી: ગઈ કાલે બાંદરામાં ટાઇમ્સ ઍવન્યુમાં આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ની એક બ્રેન્ડની ક્લાસિક ઘડિયાળના લૉન્ચ દરમ્યાન ક્રિકેટર રોહિત શર્મા. તસવીર : શાદાબ ખાન
મૅચ પહેલાંની મસ્તી: ગઈ કાલે બાંદરામાં ટાઇમ્સ ઍવન્યુમાં આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ની એક બ્રેન્ડની ક્લાસિક ઘડિયાળના લૉન્ચ દરમ્યાન ક્રિકેટર રોહિત શર્મા. તસવીર : શાદાબ ખાન

મુકેશ અંબાણીની માલિકીની મુંબઈની ટીમને ધુરંધર બૅટ્સમૅન ડેવિડ વૉર્નર વગરની હૈદરાબાદની ટીમને આજે વાનખેડે સ્ટેડિયમમાં હરાવવા માટે ખાસ કોઈ મુશ્કેલી નડવી ન જોઈએ. જો મુંબઈ આજની મૅચ જીતશે તો એ પ્લે-ઑફમાં પહોંચી જશે અને હૈદરાબાદ જીતશે તો ત્રીજા ક્રમે પહોંચી જશે. મુંબઈ માટે આજની મૅચ ખૂબ મહત્વની છે, કારણ કે અત્યારે એ મજબૂત પૉઝિશનમાં છે અને જો મૅચ હાર્યું તો ચોથા ક્રમની રસાકસીમાં બીજી ટીમો સાથે હરીફાઈ કરવી પડશે. મુંબઈએ હાલમાં ચેન્નઈને ૧૭.૪ ઓવરમાં ૧૦૯ રનમાં ઑલઆઉટ કરીને ૪૬ રનથી શાનદાર વિજય મેળવ્યો હતો. બોલરો ગજબના ફૉર્મમાં છે. મલિન્ગા, પંડ્યા બ્રધર્સ, બુમરાહ દરેક જણે ચેન્નઈ સામે પોતાનું બેસ્ટ પર્ફોર્મ કર્યું હતું.

આ પણ વાંચો : ગાંગુલીના મતે પૉન્ટિંગ ભારતીય ટીમનો કોચ બનવા માટે મજબૂત દાવેદાર

ટુર્નામેન્ટમાં હાઇએસ્ટ ૬૯૨ રન બનાવનાર ડેવિડ વૉર્નરની વિદાય પછી વૃધિમાન સહા, મનિષ પાન્ડે, કૅપ્ટન કૅન વિલિયમસન, વિજય શંકર પર આક્રમક બૅટિંગ કરીને પ્રતિષ્ઠા મુજબ મોટો સ્કોર બનાવવાની જવાબદારી રહેશે. દરેક ટીમોમાં હૈદરાબાદનો રન-રેટ (૦.૭૦૯) હાઇએસ્ટ છે એટલે જો તેઓ બચેલી બન્ને મૅચ જીતી જશે તો તેમની પહેલી ક્વૉલિફાયર મૅચ રમવાની સંભાવના જીવંત રહેશે. જો તેઓ આજની મૅચ હારશે તો પોતાની છેલ્લી મૅચ જીતવી અનિવાર્ય રહેશે અને રાજસ્થાન (૧૧ પૉઇન્ટ્સ), કલક્તા (૧૦) અને પંજાબના પરાજય પર આધાર રાખવો પડશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK