IPL 2019: મંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે વાનખેડેમાં ટક્કર

Updated: Apr 13, 2019, 16:49 IST

આઇપીએલ 2019 માં આજે 2 મેચ રમાશે. પહેલી મેચ સાંજે 4 કલાકે મુંબઇમાં મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે મેચ રમાશે. તો બીજી મેચ પંજાબ અને બેંગ્લોર વચ્ચે મોહાલીના મેદાન પર રાત્રે 8 કલાકે રમાશે.

મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે વાનખેડેમાં જંગ
મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે વાનખેડેમાં જંગ

આઇપીએલ 2019 માં આજે 2 મેચ રમાશે. પહેલી મેચ સાંજે 4 કલાકે મુંબઇમાં મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે મેચ રમાશે. તો બીજી મેચ પંજાબ અને બેંગ્લોર વચ્ચે મોહાલીના મેદાન પર રાત્રે 8 કલાકે રમાશે. પહેલી મેચની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સે પોતાના હોમ ગ્રાઉન્ડમાં છેલ્લી મેચમાં પંજાબને 3 વિકેટે હાર આપી હતી. તો રાજસ્થાનને પોતાનાં જ હોમગ્રાઉન્ડમાં ચેન્નાઈ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ અને રાજસ્થાન વચ્ચે અત્યાર સુધી 21 મેચ રમાયી છે જેમાંથી 11 મેચ મુંબઈએ જીતી હતી. રાજસ્થાને 9 મેચ જીતી છે અને એક મેચનું પરિણામ પેન્ડિંગ રહ્યું હતું.

રોહિત શર્માના ઈજા થયા પછી ગઈ મેચમાં બહાર હતા અને પોલાર્ડે કેપ્ટનશિપ કરી હતી જો કે રોહિત આ મેચમાં પરત ફર્યો છે. આ સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ 6 મેચ રમી છે જેમા 4 જીત પોતાના નામે કરી છે સામે રાજસ્થાન રોયલ્સ આ સીઝનમાં માત્ર 1 મેચ જીતી છે જ્યારે 5 મેચોમાં હારનો સામનો કર્યો છે. એકતરફ મુંબઈના પ્લેયર્સ ફોર્મમાં છે ત્યારે રાજસ્થાન ટીમ હજુ બેન સ્ટોક્સ અને અન્ય પ્લેયર્સના ફોર્મ માટે ઝઝુમી રહી છે. સતત હારના કારણે ટીમમાં બદલાવ પણ શક્ય બને છે. રાજસ્થાન રોયલ્સને પોઈન્ટ ટેબલમાં સુધારો કરવા માટે મેચ જીતવી જરુરી છે.


સંભવિત ટીમો

મુંબઈ ઈન્ડિયન્સ

રોહિત શર્મા (સુકાની), ક્વિન્ટન ડીકૉક(વિકેટકિપર), યુવરાજસિંહ, કિરોન પોલાર્ડ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, મિશેલ મેક્લેનાધન, જસપ્રીત બુમરાહ, જેસન બેહરેનડાર્ક, મયંક માર્કંડેય, ગાહુલ ચહર, અલજારી જોસેફ, અનમોલપ્રિતસિંહ, સિદ્દેશ લાડ, અનુકૂલ રોય, ઈવિન લેવિસ, પંકજ જયસ્વાલ, રાસિખ સલામ, બરિંદર સરન, જયંત યાદવ, બેન કટિંગ, આદિત્ય તારે.

 

આ પણ વાંચો: IPL 2019 : અમ્પાયર સાથે વિવાદ પછી ધોની પર દંડ

 

રાજસ્થાન રોયલ્સઃ

અજિંક્ય રહાણે(સુકાની), સંજૂ સેમસન (વિકેટકિપર), આર્યમાન બિરલા, પ્રશાંત ચોપડા, જોસ બટલર, કૃષ્ણપ્પા ગૌતમ, શ્રેયસ ગોપાલ, એસ.મિધુન, જયદેવ ઉનડકટ, સ્ટુઅર્ટ બિન્ની, રાહુલ ત્રિપાઠી, જોફરા આર્ચર, બેન સ્ટોક્સ, સ્ટીવ સ્મિથ, ઈશ સોઢી, ધવલ કુલકર્ણી, મહિપાલ લોમરોર, વરુણ એરોન, ઓશેન થોમસ, શશાંક સિંહ, રિયાન પરાગ, શુભમ રંજાને, મનન વોહરા, એશ્ટન ટર્નર, લિયામ લિવિંગસ્ટોન. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK