IPL 2019: આજે મુંબઈના બૅટ્સમેનો અને ચેન્નઈના બોલરો વચ્ચે ટક્કર

ચેન્નઈ | May 07, 2019, 11:04 IST

આઇપીએલના ઇતિહાસમાં ત્રણ-ત્રણ વખત ચૅમ્પિયન બનનારી આ બન્ને ટીમ જીત મેળવીને ફાઇનલમાં સ્થાન બુક કરાવવા મેદાનમાં આમને-સામને હશે. આજે જે ટીમ હારશે એ શુક્રવારે રમાનારી બીજી ક્વૉલિફાયર મૅચમાં ઍલિમિનેટરમાં વિજેતા બનનારી ટીમ સામે ટકરાશે

IPL 2019: આજે મુંબઈના બૅટ્સમેનો અને ચેન્નઈના બોલરો વચ્ચે ટક્કર
રોહિત શર્મા

રોમાંચ, થ્રિલ, એક્સાઇટમેન્ટથી ભરપૂર રહેલી આઇપીએલની ૧૨મી સીઝન અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને આવતા રવિવારે ચળકતી ટ્રોફી કોણ ઉપાડશે એની ખબર પડી જશે. આજે ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમના ગ્રાઉન્ડ પર પૉઇન્ટ-ટેબલની ટૉપની બે ટીમ મુંબઈ અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈ વચ્ચે મુકાબલો જામશે. ત્રણ ટાઇટલવિજેતા આ બન્ને ટીમે આ સીઝનમાં સાતત્યભર્યું પર્ફોર્મ કર્યું છે. રવિવારે પંજાબે ચેન્નઈને ૬ વિકેટે પછડાટ આપી હોવા છતાં પહેલી ક્વૉલિફાયર રમવાનો તેમનો અધિકાર અકબંધ રહ્યો હતો.

ઘરઆંગણે ૭માંથી ૬ જીત મેળવી છે ચેન્નઈએ

ચેન્નઈની ટીમે લીગ રાઉન્ડમાં ૧૪માંથી ૯ જીત મેળવી છે અને ઘરઆંગણે એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમના ગ્રાઉન્ડ પર રમાયેલી ૭માંથી ૬ જીત મેળવીને હરીફોને ધૂળચાટતા કર્યા છે. લીગ ફેઝની અમુક મૅચમાં ચેન્નઈનો ટૉપ-ઑર્ડર ફેલ ગયો હતો એથી આજની મૅચ જીતવા ચેન્નઈના દરેક બૅટ્સમેનોએ સારા સ્કોર બનાવવા પડશે. ચેન્નઈ માટે મુંબઈ લગભગ સૌથી કટ્ટર હરીફ ટીમ રહી છે જેમાં જસપ્રીત બુમરાહ (૧૭ વિકેટ), લસિથ મલિન્ગા (૧૫ વિકેટ), પંડ્યાબ્રધર્સ (હાર્દિક ૧૪ વિકેટ અને કૃણાલ ૧૦ વિકેટ) અને રાહુલ ચહર (૧૦ વિકેટ) સામે ઝડપથી રન બનાવવા પડશે. કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ૩૬૮ રન સાથે ચેન્નઈ વતી હાઇએસ્ટ રન બનાવનાર ખેલાડી છે. શેન વૉટ્સન, ફૅફ ડુ પ્લેસી, અંબાતી રાયુડુ અને સુરેશ રૈનાનો અનુભવ તથા ફૉર્મ કોઈ પણ બોલિંગ-અટૅક સામે હિટિંગ કરવા સક્ષમ છે.

આ પણ વાંચો : રાંચીમાં ધોનીએ પરિવાર સાથે કર્યું મતદાન, પુત્રી જીવાએ કરી ખાસ અપીલ

મુંબઈની બૅટિંગ મક્કમ

મુકેશ અંબાણીની માલિકીની મુંબઈની ટીમના બૅટ્સમેનોમાં કૅપ્ટન રોહિત શર્મા (૩૮૬ રન), ક્વિન્ટન ડી કૉક (૪૯૨ - આ સીઝનમાં ત્રીજો હાઇએસ્ટ રન કરનાર બૅટ્સમૅન) અને હાર્દિક પંડ્યા (૩૮૦ રન) તથા કીરોન પોલાર્ડ જો હિટિંગ કરવાનું શરૂ કરે તો તેમને રોકવા અતિમુશ્કેલ છે. છેલ્લી લીગ મૅચમાં કલકત્તાએ આપેલા ૧૩૪ રનના ટાર્ગેટ સામે ક્વિન્ટન ડી કૉક (૩૦), રોહિત શર્મા (૫૫) અને સૂર્યકુમાર યાદવે (૪૬) આસાનીથી ૯ વિકેટે જીત અપાવી હતી. હાર્દિકે ૩૪ બૉલમાં ૯૧ રન બનાવીને બધાને આર્યમાં મૂકી દીધા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK