IPL 2019 : ઓળખો કોણ છે આ મુંબઇ ટીમનો ખેલાડી ?

Mar 09, 2019, 21:48 IST

રિતિકાએ ફોટોમાં કોમેન્ટ કરી હતી કે મારા ભાઈએ મારા પતિની જર્સી પહેરી રાખી છે. આ ઘણું અજીબ છે. આ ઉપર મુંબઈ ઇન્ડિયન્સ તરફથી જવાબ આવ્યો હતો કે જર્સી નંબર 12 અને 45એ હાથ મિલાવી લીધા છે.

IPL 2019 : ઓળખો કોણ છે આ મુંબઇ ટીમનો ખેલાડી ?
મુંબઈ ઈન્ડિયન્સમાં યુવરાજની એન્ટ્રી

ઇન્ડિયાન પ્રીમિયર લીગ (IPL 2019) શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે તમામ ટીમો અને આઇપીએલને ચાહકો તૈયાર થઇ ગયા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની તમામ ફ્રેન્ચાઇઝીઓએ પોત પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે. ત્યારે મુંકેશ અંબાણીની ટીમ મુંબઇ ઇન્ડિયાન્સ પણ તૈયાર થઇ ગઇ છે. મુંબઇ ટીમના ઓફિસીયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કરવામાં આવ્યો છે. જેમાં ટીમના સુકાની રોહિત શર્માની જર્સી પહેરીને એક ક્રિકેટર છે. આ ફોટોમાં ક્રિકેટરનો ચહેરો જોવા મળતો નથી. મુંબઇ ઇન્ડિયન્સે આ ફોટો શેર કર્યા બાદ કેપ્શન આપ્યું હતું કે “ઓળખો કોણ છે?”

 
 
 
View this post on Instagram

Guess who? 😋 . #CricketMeriJaan

A post shared by Mumbai Indians (@mumbaiindians) onMar 5, 2019 at 3:11am PST

જોકે ક્રિકેટના ચાહકોએ આ ચહેરાને તરત જ ઓળખી બતાવ્યો હતો અને લખ્યું હતું કે આ ક્રિકેટર બીજો કોઇ જ નહી પરંતુ યુવરાજ સિંહ છે. યુવરાજ સિંહે રોહિત શર્માની જર્સી પહેરી હતી. જોકે આ ફોટોમાં રોહિત શર્માની પત્ની રિતિકાએ પણ રસપ્રદ કોમેન્ટ કરી હતી. મહત્વની વાત છે કે ગત સિઝનમાં પંજાબ તરફથી રમતો યુવરાજસિંહને આ વખતે મુંબઇ ઇન્ડિયન્સ ટીમે ખરીદ્યો હતો. તો આ વખતે યુવરાજ સિંહ મેદાન પર મુંબઇ ટીમ તરફથી રમતો જોવા મળશે. યુવરાજ સિંહ પહેલીવાર મુંબઇ ઇન્ડિયન્સ ટીમ તરફથી રમતો જોવા મળશે.

 

આ પણ વાંચો: IND VS AUS:ભારતીય ટીમના આર્મી કેપ પહેરવા પર પાકિસ્તાનનો વિરોધ

 

જાણો રોહિતની પત્ની રિતિકાએ શું કોમેન્ટ કરી...?

રોહિતની પત્ની રિતિકા શર્માએ પણ આ ફોટો ઉપર રસપ્રદ કોમેન્ટ કરી હતી. રિતિકાએ ફોટોમાં કોમેન્ટ કરી હતી કે મારા ભાઈએ મારા પતિની જર્સી પહેરી રાખી છે. આ ઘણું અજીબ છે. આ ઉપર મુંબઈ ઇન્ડિયન્સ તરફથી જવાબ આવ્યો હતો કે જર્સી નંબર 12 અને 45એ હાથ મિલાવી લીધા છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK