IPL 2019: કલકત્તાને હરાવીને મુંબઈ પહોંચ્યું પ્લે-ઑફની ટોચ પર

વાનખેડે મુંબઈ | May 06, 2019, 10:42 IST

ગઈ કાલે છેલ્લી લીગ મૅચમાં મુંબઈ સામે ૯ વિકેટથી હારી જતાં કલકત્તા આઈપીએલમાંથી બહાર માત્ર ૧૨ પૉઇન્ટ હોવા છતાં પ્લે-ઑફમાં પ્રવેશનારી પહેલી ટીમ બનેલી હૈદરાબાદ એલિમિનેટરમાં દિલ્હી સામે ટકરાશે

IPL 2019: કલકત્તાને હરાવીને મુંબઈ પહોંચ્યું પ્લે-ઑફની ટોચ પર
રોહિત શર્માએ ફટકાર્યા નોટઆઉટ ૫૫ રન.

ગઈ કાલે વાનખેડેમાં રમાયેલી આઇપીએલની છેલ્લી લીગ મૅચમાં મુંબઈએ કલકત્તાને ૯ વિકેટથી હરાવી ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. આ હારને પરિણામે તે ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયું હતું. પ્લે-ઑફમાં પહોંચવા માટે કલકત્તાને કોઈ પણ સંજોગોમાં જીતવું જરૂરી હતી. પરંતુ તેમ ન થતાં માત્ર ૧૨ પૉઇન્ટ હોવા છતાં આઇપીએલની પ્લે-ઑફમાં પ્રવેશનારી હૈદરાબાદ પહેલી ટીમ બની હતી. ગઈ કાલે મુંબઈએ કૅપ્ટન રોહિત શર્માના નોટઆઉટ ૫૫ અને સૂર્યકુમાર યાદવના નોટઆઉટ ૪૬ રનના કારણે ૧૬.૧ ઓવરમાં જ ૧૩૪ રનના લક્ષ્યાંકને ૧ વિકેટ ગુમાવીને આંબ્યો હતો.

ગઈ કાલે કરો યા મરો સમાન મૅચમાં ઍન્દ્રે રસેલ ઝીરોમાં આઉટ થતાં કલકત્તાની ટીમ મુંબઈ સામે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મૅચમાં ૭ વિકેટે માત્ર ૧૩૩ રન જ બનાવી શકી હતી. આ સીઝનમાં ૧૩ ઇનિંગ્સમાં ૫૧૦ રન કરનાર રસેલ પહેલા જ બૉલમાં ઝીરો પર આઉટ થયો હતો. ત્યાર બાદ ઓપનર ક્રિસ લીન (૨૯ બૉલમાં ૪૧) અને શુભમન ગિલે (૧૬ બૉલમાં ૯ રન) ૬.૧ ઓવરમાં ૪૯ રન કર્યા હતા, પરંતુ મુંબઈના બોલરોએ શાનદાર વાપસી કરતાં કલકત્તાના મિડલ ઑર્ડરનો ધબડકો થયો હતો. રોબિન ઉથપ્પા (૪૦) અને નીતીશ રાણા (૨૬) વચ્ચે પાંચમી વિકેટ માટે ૪૭ રનની પાર્ટનરશિપ થતાં કલકત્તાની ટીમ ૧૨૦ રનનો આંક પાર કરી શકી હતી.

આ પણ વાંચો : રૈના અને ડુ પ્લેસી પર ભારે પડી લોકેશની ઇનિંગ્સ: પંજાબનો છ વિકેટથી વિજય

કોની વચ્ચે થશે પ્લેઑફ?

પહેલી ક્વૉલિફાયર: મંગળવાર ૭ મે, મુંબઈ વિ. ચેન્નઈ, ચેન્નઈમાં રમાશે રાત્રે ૭.૩૦ વાગ્યે

એલિમિનેટર : બુધવાર, ૮ મે, દિલ્હી વિ. હૈદરાબાદ વિશાખાપટનમમાં રમાશે રાત્રે ૭.૩૦ વાગ્યે

બીજી ક્વૉલિફાયર : શુક્રવાર, ૧૦ મે (પહેલી ક્વૉલિફાયરની પરાજિત ટીમ) અને (એલિમિનેટરના વિજેતા ટીમ) વચ્ચે વિશાખાપટનમમાં રમાશે રાત્રે ૭.૩૦ વાગ્યે

ફાઇનલ : રવિવાર ૧૦ મેએ હૈદરાબાદમાં

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK