IPL 2019:પંડ્યા બ્રધર્સ ફરી આવ્યા મુંબઈની વહારે

મુંબઈ | Apr 19, 2019, 10:44 IST

ઓપનરોએ ૫૭ રનની શરૂઆત કર્યા બાદ મિડલ-ઑર્ડરે ધીમી બૅટિંગ કરી, છેલ્લી પાંચ ઓવરમાં પંડ્યા ભાઈઓએ હિટિંગ કરીને સ્કોર પાંચ વિકેટે ૧૬૮ રન સુધી પહોંચાડ્યો

IPL 2019:પંડ્યા બ્રધર્સ ફરી આવ્યા મુંબઈની વહારે
હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા

ઓપનરોએ ૫૭ રનની શરૂઆત કર્યા બાદ મિડલ-ઑર્ડરે ધીમી બૅટિંગ કરી, છેલ્લી પાંચ ઓવરમાં પંડ્યા ભાઈઓએ હિટિંગ કરીને સ્કોર પાંચ વિકેટે ૧૬૮ રન સુધી પહોંચાડ્યો

હાર્દિક પંડ્યાના ૧૫ બૉલમાં બે ફોર અને ત્રણ સિક્સરની મદદથી ૩૨ અને કૃણાલ પંડ્યાના ૨૬ બૉલમાં નૉટઆઉટ ૩૭ રનની મદદથી મુંબઈએ દિલ્હી સામે કોટલાના મેદાનમાં ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૬૮ રન બનાવ્યા હતા. ટૉસ જીતીને મુંબઈના કૅપ્ટન રોહિત શર્માએ પહેલાં બૅટિંગ કરવાનો નર્ણિય લીધો હતો. મુંબઈના ઓપનરો રોહિત શર્મા અને ક્વિન્ટન ડી કૉકે ૬.૧ ઓવરમાં ૫૭ રનની પાર્ટનરશિપ કરી હતી. મિડલ ઓવરોમાં ભારતીય બોલરોની કરકસરભરી બોલિંગને કારણે રન ઓછા બન્યા હતા અને ૧૫.૧ ઓવરમાં ૧૦૧ના ટોટલ સુધીમાં ૪ વિકેટ ગુમાવી હતી. આવી સિચ્યુએશન બુધવારે ચેન્નઈની હૈદરાબાદ સામે થઈ હતી. છેલ્લી ૪ ઓવરમાં હાર્દિક અને કૃણાલે વિકેટ ગુમાવ્યા વિના હિટિંગ કરીને સ્કોર ૧૫૦ પાર કરાવ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK