IPL 2019: સચિને કહ્યું કેમ મુંબઈ સામે ફાનઈલ હારી ચેન્નઈ

May 13, 2019, 12:18 IST

ધોની 12.4 ઓવરમાં રનઆઉટ થયો હતો. સચિને કહ્યું હતું કે, ધોનીનું રન આઉટ થવુ મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. આ સાથે મલિંગા અને કૃણાલની એક-એક ઓવર ખર્ચાળ રહેતા પણ છેલ્લી બે ઓવર ખુબ મહત્વની રહી હતી.

IPL 2019: સચિને કહ્યું કેમ મુંબઈ સામે ફાનઈલ હારી ચેન્નઈ
ફાઈલ ફોટો

આઈપીએલ 2019ને તેના ચેમ્પિયન મળી ગયા છે. રવિવારે રમાયેલ હાઈવોલ્ટેજ ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈને છેલ્લા બોલે માત્ર 1 રને હરાવીને ચોથી આઈપીએલ પોતાના નામે કરી હતી. રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ ચોથી વાર મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ ચેમ્પિયન બની છે. ચેમ્પિયન બન્યા પછી મુંબઈ ઈન્ડિયન્સના મેંટોર સચિન તેન્ડુલકર જણાવ્યુ હતુ કે કેમ ચેન્નઈ સુપર કિંગ્સ 150 રનનો સામાન્ય ટાર્ગેટ ચેઝ કરી શકી હતી નહી.

વોટસનને મળ્યા ત્રણ જીવનદાન

ફાઈનલમાં એક નહી ઘણીવાર મેચના ટર્નિંગ પોઈન્ટ આવ્યા હતા. જેમા વોટસનને મળેલા ત્રણ જીવનદાનનો પણ સમાવેશ છે. જો કે સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. શેન વોટસને આક્રમક બેટીંગ કરતા તેણે 59 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 80 રનની તોફાની ઇનીંગ રમી હતી. એક સમયે ચેન્નઇના હાથમાંથી મેચ નીકળી હઇ હતી. પરંતુ વોટસને આક્રમક ઇનીંગ રમતા ચેન્નઇને જીતની નજીક પહોંચાડી દીધું હતું. જોકે વોટસન 19.4 ઓવરમાં રન આઉટ થઇ જતાં તે જીત અપાવી શક્યો ન હતો.

ધોનીનું રન આઉટ મેચનો સૌથી મોટો ટર્નીંગ પોઇન્ટ

ધોની 12.4 ઓવરમાં રનઆઉટ થયો હતો. સચિને કહ્યું હતું કે, ધોનીનું રન આઉટ થવુ મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. આ સાથે મલિંગા અને કૃણાલની એક-એક ઓવર ખર્ચાળ રહેતા પણ છેલ્લી બે ઓવર ખુબ મહત્વની રહી હતી. જેમા બુમરાહ અને મલિંગાએ ચોક્કસ બોલિંગ નાખી હતી અને મલિંગાની છેલ્લી બોલે માત્ર 1 રને મુંબઈને જીત અપાવી હતી.

ફાઈનલ સિવાય અન્ય મેચોને યાદ કરતા સચિને કહ્યું હતું કે, 2 વર્ષ પહેલા પણ મુંબઇએ 129 રન બનાવીને મેચ જીતી હતી. આ સીઝનમાં રાહુલ ચાહરની બોલિંગ સારી રહી હતી અને તેણે મહત્વની વિકેટો પણ લીધી હતી. મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક પંડ્યાને ભુલી શકે નહી. હાર્દિકે ઘણા મોકા પર એકલા હાથે મેચ જીતાડી છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK