IPL 2019: આજે પંજાબ અને દિલ્હી વચ્ચે ટક્કર

Apr 01, 2019, 18:15 IST

પાછલી મેચમાં સુપર ઓવરમાં રોમાંચક જીત પછી દિલ્હી કેપિટલ્સ પૂરા જોશમાં છે સામે પંજાબ પણ મુંબઈ સામે રમાયેલી મેચને એકતરફી જીતીને આત્મવિશ્વાસથી ભરપૂર છે. જોવાનુ રહેશે આ વખતે કઈ ટીમ કોની પર ભારે પડે છે.

IPL 2019: આજે પંજાબ અને દિલ્હી વચ્ચે ટક્કર
પંજાબ અને દિલ્હી વચ્ચે ટક્કર

IPLમાં આજે સાંજે પંજાબ અને દિલ્હી વચ્ચે ટક્કર થવા જઈ રહી છે. બન્ને ટીમો 3 મેચો રમી છે અને બન્ને ટીમ 2-2 જીત પોતાના નામે કરી છે. મેચમાં દિલ્હી કેપિટલ્સનો આધાર ફરી એકવાર રિષભ પંત પર રહેશે જ્યારે બોલિંગમાં રબાડા ફરી એકવાર કમાલ કરશે કે નહી તે જોવાનું રહેશે. પંજાબ તરફથી રમી રહેલો ગેલ આ વખતે ફોર્મમાં છે જેનાથી દિલ્હીના બોલરોને બચીને રહેવુ પડશે. મોહમ્મદ શામી અને એન્ડ્રુ ટાય દિલ્હીના બેટ્સમેનોને જલદીથી પવેલિયન ભેગા કરી શકે છે.

પાછલી મેચમાં સુપર ઓવરમાં રોમાંચક જીત પછી દિલ્હી કેપિટલ્સ પૂરા જોશમાં છે સામે પંજાબ પણ મુંબઈ સામે રમાયેલી મેચને એકતરફી જીતીને આત્મવિશ્વાસથી ભરપૂર છે. જોવાનુ રહેશે આ વખતે કઈ ટીમ કોની પર ભારે પડે છે. પંજાબ અને દિલ્હી વચ્ચે મેચ પંજાબના મોહાલી મેદાન પર રમાશે એટલે ફરી એકવાર મેદાન પર રનોનો વરસાદ જોવા મળી શકે છે.

ગઈ સીઝનમાં દિલ્હીનું પરફોર્મન્સ કઈ ખાસ રહ્યું હતું નહી સામે પંજાબની શરુઆત સારી રહી હતી પરંતુ ત્યારબાદ તે કઈ ખાસ કરી શક્યું હતુ નહી આ વર્ષે પણ પંજાબની શરુઆત સારી રહી પરંતુ તેને જાળવી રાખવા પંજાબે મહેનત કરવી પડશે જ્યારે IPLની નબળી મનાતી ટીમે આ વર્ષે શરુઆત સારી કરી છે અને તેને જાળવવા શ્રેયસ અય્યરની ટીમ મેદાન પર ઉતરશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK