IPL 2019: જાણો દિલ્હી સામેની છેલ્લી 4 મેચમાં કેટલી જીતી મુંબઈ

Mar 24, 2019, 15:46 IST

મુંબઈ અને દિલ્હી વચ્ચે મેચ સાંજે 8 વાગ્યાથી શરુ થશે. રોહિત શર્માની મુબંઈ અને શ્રેયસ અય્યરની દિલ્હી બન્ને ટીમો જીત સાથે શરુઆતી લીડ મેળવવા મેદાન પર ઉતરશે

IPL 2019: જાણો દિલ્હી સામેની છેલ્લી 4 મેચમાં કેટલી જીતી મુંબઈ
કોણ જીત્યું કેટલી મેચ

IPLની 12મી સિઝનની ધમાકેદાર શરુઆત થઈ ચૂકી છે. રવિવારે આ સિઝનની બે મેચ રમાશે જેમા હૈદરાબાદ કોલકાતા સામે અને દિલ્હી મુંબઈ સામે ટકરાશે. આ સાથે આ સિઝનમાં ડેવિડ વૉર્નર પાછો ફરી રહ્યો છે. મુંબઈ અને દિલ્હી વચ્ચે મેચ સાંજે 8 વાગ્યાથી શરુ થશે. રોહિત શર્માની મુબંઈ અને શ્રેયસ અય્યરની દિલ્હી બન્ને ટીમો જીત સાથે શરુઆતી લીડ મેળવવા મેદાન પર ઉતરશે

IPLમાં દિલ્હી અને મુંબઈ વચ્ચે રમાયેલા છેલ્લા 4 મુકાબલા રસાકસી ભર્યા રહ્યા છે. બન્ને ટીમોએ એકબીજા પર જીત મેળવવા માટે અથાગ મહેનત કરવી પડી છે. બન્ને ટીમો સ્ટાર બેટ્સમેનોથી ભરપૂર છે. મુંબઈમાં રોહિત શર્મા, યુવરાજ સિંહ છે જ્યારે દિલ્હીમાં શિખર ધવન, રિષભ પંતની હાજરી રહેશે. વાંચો છેલ્લી ચાર મેચોમાં કોણ કેટલી મેચ જીત્યું છે મહત્વનું એ છે કે આ ચારે મેચમાં માત્ર દિલ્હી જ ટૉસ જીતી શકી છે.

આ છે દિલ્હી અને મુંબઈ વચ્ચેની છેલ્લી 4 મેચો

20 મે 2018, ફિરોઝ શાહ કોટલા

આ મેચમાં દિલ્હી ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા 4 વિકેટના નુકસાને 174 રન બનાવ્યા હતા, જેના જવાબમાં મુંબઈ માત્ર 163 રન બનાવી શકી હતી અને દિલ્હીએ જીત મેળવી હતી. આ મેચમાં રિષભ પંતે 64 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી

14 એપ્રિલ 2018, વાનખેડે

ફરી એકવાર ટોસ દિલ્હીના પક્ષમાં રહ્યો અને તેણે બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈએ આ મેચમાં પહેલા બેટિંગ કરતા 7 વિકેટના નુકસાને 194 રન બનાવ્યા હતા જેના જવાબમાં જેસન રૉયના 95 રનની મદદથી દિલ્હીએ 7 વિકેટે જીત મેળવી હતી.

16 મે 2017, ફિરોઝ શાહ કોટલા

દિલ્હીએ ફરી એકવાર ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે ટીમ માટે સાચો સાબિત થયો હતો નહી. મુંબઈ આ મેચમાં 212 રનનો પહાડ જેવા ટાર્ગેટ ઉભો કર્યો હતો જેની સામે દિલ્હીની ટીમ 66 રનમાં જ ઓલઆઉટ થઈ હતી. આ મુંબઈની Iplમાં સૌથી મોટી જીતમાંથી એક માનવામાં આવે છે.

22 એપ્રિલ 2017, વાનખેડે

ટૉસ જીતીને દિલ્હીએ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરતા મુંબઈએ 142 રન બનાવ્યા હતા જેના જવાબમાં દિલ્હી 128 રન જ બનાવી શકે હતી જેના કારણે તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK