IPL 2019 : કિંગ્સ ઇલેવન પંજાબની સામે આજે ધોનીની સેના ટકરાશે

Apr 06, 2019, 15:29 IST

ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ આજે ઘરઆંગણે પંજાબ ટીમ સામે ટકરાશે. ટુર્નામેન્ટમાં સતત ત્રણ મેચ જીતતી આવતી ચેન્નાઈ ટીમનો જીતનો રથ ગત મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે રોક્ડયો હતો

IPL 2019 : કિંગ્સ ઇલેવન પંજાબની સામે આજે ધોનીની સેના ટકરાશે
કિંગ્સ ઇલેવન પંજાબની સામે આજે ધોનીની સેના ટકરાશે

ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ આજે ઘરઆંગણે પંજાબ ટીમ સામે ટકરાશે. ટુર્નામેન્ટમાં સતત ત્રણ મેચ જીતતી આવતી ચેન્નાઈ ટીમનો જીતનો રથ ગત મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે રોક્ડયો હતો. હવે તેઓ ઘરઆંગણે પંજાબ સામે ઉતરશે ત્યારે ફરી જીતની રાહ પર પાછા ફરવાનો પ્રયાસ કરશે.

પંજાબ પણ વળતો પ્રહાર કરી શકે છે

ચેન્નાઈની જેમ અશ્વિનની આગેવાની હેઠળની કિગ્સ ઈલેવનની ટીમને પણ ચારમાંથી ત્રણ મેચમાં વિજય મળ્યો છે. જ્યારે એકમાત્ર મેચમાં હારનો સામનો કરવો પડયો છે. ધોનીની ટીમ ફરી આગવા લયમાં રમતા જીત હાંસલ કરવા માટે ઉત્સુક છે. ચેન્નાઈને ઓલરાઉન્ડર વોટસન તેમજ રાયડુ, જાધવના ફોર્મની આશા છે. જ્યારે પંજાબનો મદાર ગેલ તેમજ મીલર, લોકેશ રાહુલ તેમજ અગ્રવાલ જેવા બેટસમેનો પર રહેશે.

ચેન્નાઈના બેટ્સમેનો ફરી ફોર્મ બતાવવા તૈયાર

ટુર્નામેન્ટમાં સૌથી મજબુત અને સેટલ બેટીંગ લાઈનઅપ ધરાવતા ચેન્નાઈના સુપરસ્ટાર બેટ્સમેનો ફરી આગવું ફોર્મ બતાવવા માટે કમર કસી રહ્યા છે. ધોનીની આગેવાનીમાં વોટસન, રાયડુ, રૈના, કેદાર, જાડેજા અને બ્રાવો જેવા સુપરસ્ટાર બેટ્સમેનો છે જે મેચનું પાસું પલ્ટી નાંખી શકે છે. જોકે મુંબઈ સામેની આખરી મેચમાં જાધવને છોડીને બાકીના બેટ્સમેનો ફ્લોપ શો રહ્યો હતો. અગાઉ ધોનીની સેનાએ બેંગ્લોર, દિલ્હી અને રાજસ્થાન સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને આ ટીમ ફરી આગવી લય મેળવવા માટે તૈયાર છે. મુરલી વિજય તેમજ ફાફ ડુ પ્લેસિસ જેવા ધરખમ ખેલાડીઓ ચેન્નાઈની ટીમમાં સામેલ છે.

ગેલ, અગ્રવાલ અને રાહુલ પર પંજાબનો મદાર

અશ્વિનની આગેવાનીમાં કિગ્સ ઈલેવન પંજાબની ટીમની બેટીંગ લાઈન અપનો મુખ્ય આધાર વિન્ડિઝનો ધરખમ બેટ્સમેન ક્રિસ ગેલ છે. આ ઉપરાંત ભારતીય ઓપનર લોકેશ રાહુલ તેમજ ચાલુ સિઝનમાં નોંધપાત્ર ફોર્મ દર્શાવનારા મયંક અગ્રવાલ પર રહેશે. પંજાબની ટીમમાં સાઉથ આફ્રિકાનો ડેવિડ મીલર, ભારતનો સરફરાઝ ખાન તેમજ કરૃન નાયર પણ કિંગ્સ ઈલેવન પંજાબની ટીમની બેટીંગ લાઈન અપમાં છે. પંજાબની ટીમ હાઈસ્કોર કરવા માટે જાણીતી છે અને તેઓએ ચારેય મેચોમાં ૧૬૦ કે તેનાથી વધુનો સ્કોર કર્યો છે, જેના કારણે ચેન્નાઈ માટે આવતીકાલનો મુકાબલો આસાન નહિ રહે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK