લસિથ મલિંગા : 10 કલાક, 2 દેશ, 2 મેચ અને ઝડપી 10 વિકેટ

Apr 05, 2019, 17:44 IST

1.40ની ફ્લાઇટ હતી અને સવારે 4 વાગ્યે શ્રીલંકા કેન્ડીમાં પહોંચ્યો જ્યાં તેને એક પ્રોવિન્શિયલ વનડે ટૂર્નામેન્ટ રમવાની હતી.

લસિથ મલિંગા : 10 કલાક, 2 દેશ, 2 મેચ અને ઝડપી 10 વિકેટ
મલિંગા (ફાઇલ ફોટો)

આઇપીએલ 2019 બુધવારે રમાયેલી વાનખેડે સ્ટેડીયમમાં રમાયેલી મુંબઇ ઈન્ડિયન્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચે મેચ થઈ હતી. મુંબઇએ ધોનીની ચેન્નઇ ટીમને 37 રને હરાવી હતી અને આ જીતમાં ત્રણ વિકેટ લેનાર ખેલાડી હતો મલિંગા. મલિંગાએ આ મેચમાં શેન વૉટસન, કેદાર જાધવ અને રવીન્દ્ર જાડેજાની વિકેટ્સ લીધી. રાતે 12 વાગ્યે મેચ પૂરી થતાં તેણે મુંબઇથી સીધી શ્રીલંકાની ફ્લાઇટ લીધી. 1.40ની ફ્લાઇટ હતી અને સવારે 4 વાગ્યે શ્રીલંકા કેન્ડીમાં પહોંચ્યો જ્યાં તેને એક પ્રોવિન્શિયલ વનડે ટૂર્નામેન્ટ રમવાની હતી.

મલિંગાએ 10 કલાકમાં ઝડપી 10 વિકેટ

કેન્ડી પહોંચીને ગણતરીના કલાકોમાં જ મલિંગા ફરી મેદાનમાં આવ્યો અને વિકેટ્સની લાઇન લગાડી દીધી. મલિંગાએ ગૉલ ટીમ માટે 49 રન આપીને 7 વિકેટ લીધી. ગૉલે 50 ઓવરમાં 255 રન બનાવ્યા હતા અને જવાબમાં જ્યારે કેન્ડીની ટીમ બેટિંગ કરવા મેદાનમાં આવી ત્યારે મલિંગાની બૉલીંગ સામે નમતું મૂકવું પડ્યું. મલિંગાએ લીધેલી 7 વિકેટ્સને કારણે ટીમ 99 પર જ ઑલ આઉટ થઈ ગઈ. પરિણામે મલિંગાની ટીમ 156 રન્સથી જીતી.

હવે તમે વિચારતા હશો કે મલિંગા મુંબઇ ઈન્ડિયન્સની ટીમ છોડીને શ્રીલંકા આ ટૂર્નામેન્ટ રમવા શામાટે ગયો હશે. તો તેનું કારણ એ છે કે આ ટૂર્નામેન્ટ પરથી જ શ્રીલંકાની વર્લ્ડ કપની ટીમ નક્કી થશે. અહીં મલિંગાએ પોતાની પર્ફોર્મન્સ બતાવીને વર્લ્ડ કપ ટીમ માટે પોતાની કેપેબિલિટી રજૂ કરી. આ વખતે શ્રીલંકાના એક કૅપ્ટનની પણ જરૂર છે અને મલિંગા તેને પોતાનું ગોલ બનાવે છે.

આ પણ વાંચો : છેલ્લા સાત મહિના મારા માટે ખૂબ જ કપરા હતા, શું કરવું એ ખબર જ નહોતી પડતી : હાર્દિક પંડ્યા

મલિંગાની આ પર્ફોર્મન્સથી શ્રીલંકાના નેશનલ સિલેક્ટર અશંથા જી મેલ પ્રભાવિત જોવા મળ્યા અને કહ્યું કે, "મલિંગાની બોલિંગ સરસ છે, અને તે આ પ્લેયરની મહેનત અને લગનનું પરિણામ છે. તે મુંબઇથી સીધો અહીં સવારે 4 વાગ્યે પહોંચ્યો, પછી મેચમાં 10 ઓવરમાં 7 વિકેટ લીધી. તે આ ખેલાડીની કમિટમેન્ટ દર્શાવે છે." લસિથ મલિંગા આ ટૂર્નામેન્ટ દરમિયાન આઇપીએલની આગામી કેટલીક મેચ મિસ કરશે. આ ટૂર્નામેન્ટ 11 એપ્રિલ સુધી ચાલશે અને મલિંગાને આશા છે કે તે 2019 વર્લ્ડ કપ માટે શ્રીલંકાની ટીમનો ભાગ બનશે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK