રાજસ્થાન રોયલ્સને હરાવીને કિંગ્સ ઈલેવન પંજાબ પાંચમાં નંબરે પહોંચી ચૂક્યુ છે. મંગળવારે રમાયેલી મેચમાં પંજાબે રાજસ્થાને 12 રનથી હરાવ્યું. મેચમાં કેપ્ટન આર. અશ્વિનને મેન ઓફ ધી મેચ પસંદ કરાયા. અશ્વિને બોલિંગ અને બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. આ જીત બાદ અશ્વિન એટલા ખુશ થઈ ગયા કે મેદાન પર જ ભાંગડા કરવા લાગ્યા.
જ્યારે મેદાનમાં ઢોલ ધ્રબુક્યા તો અશ્વિને ભાંગડા કરીને ખુશી વ્યક્ત કરી. બાદમાં ઢોલીએ અશ્વિનને ઢોલ પર જ બેસાડી લીધા. આ દરમિયાન અશ્વિનની સાથે સાથે મેદાન પર બોલીવુડના એક્ટર સોનુ સૂદ પણ હાજર હતા. સોનુ સૂદે સ્ટેડિયમમાં કિંગ્સ ઈલેવન પંજાબના કૉ ઓનર પ્રીતિ ઝિંટા સાથે બેસીને આખી મેચ જોઈ હતી.
View this post on InstagramBhangra ta sajda jado nachche sadda skipper!🕺 . . . #SaddaPunjab #KXIPvRR #VIVOIPL @rashwin99
ઉલ્લેખનીય છે કે અશ્વિને મેચમાં 4 બોલમાં 17 રન બનાવ્યા જેમાં 1 ફોર અને 2 સિક્સર્સ સામેલ હતી. બોલિંગમાં અશ્વિને 4 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચોઃ IPL 2019: આ છે એન્કર્સ જેમણે બનાવી દરેક સીઝનને હોટ
આ પહેલા રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને કિંગ્સ ઈલેવન પંજાબને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. જેમાં પંજાબે 20 ઓવરમાં 186 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન રોયલ્સ 20 ઓવરમાં માત્ર 170 રન જ બનાવી શક્યું. સ્ટુઅર્ટ બિન્નીએ 11 બોલમાં 33 રનની ઈનિંગ રમી પણ ટીમને જીત સુધી ન પહોંચાડી શક્યા.