IPL 2019: દિલ્હી કેપિટલ્સ સામે 167 રનનો પડકાર

Apr 01, 2019, 21:50 IST

પંજાબનો વિકેટ પડવાનો સિલસિલો યથાવત્ રહ્યો હતો. પંજાબની બીજી વિકેટ 36 રને અને ત્રીજી વિકેટ 58 રને પડી હતી. જો કે બાદમાં સરફરાઝ ખાન અને ડેવિડ મિલરે બાજી સંભાળી. સરફરાઝ ખાને 29 બોલમાં 39 રન અને ડેવિડ મિલરે 30 બોલમાં 43 રન ફટકાર્યા હતા.

IPL 2019: દિલ્હી કેપિટલ્સ સામે 167 રનનો પડકાર
ડેવિડ મિલર અને સરફરાઝ ખાન

દિલ્હી કેપિટલ્સને કેપિટલ્સને મેચ જીતવા માટે 167 રનનો પડકાર મળ્યો છે. મેચની શરૂઆતમાં શ્રેયસ ઐય્યરે ટોસ જીતીને કિંગ્સ ઈલેવન પંજાબને બેટિંગ કરવા ઉતાર્યું હતું. પહેલા બેટિંગ કરવા ઉતરેલી પંજાબની શરૂઆત ખરાબ રહી હતી અને પંજાબે માત્ર 15 રને જ એક વિકેટ ગુમાવી હતી. પંજાબનો વિકેટ પડવાનો સિલસિલો યથાવત્ રહ્યો હતો. પંજાબની બીજી વિકેટ 36 રને અને ત્રીજી વિકેટ 58 રને પડી હતી. જો કે બાદમાં સરફરાઝ ખાન અને ડેવિડ મિલરે બાજી સંભાળી. સરફરાઝ ખાને 29 બોલમાં 39 રન અને ડેવિડ મિલરે 30 બોલમાં 43 રન ફટકાર્યા હતા.

તો દિલ્હી કેપિટલ્સ તરફથી ક્રિસ મોરિસે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. રબાડા અને સંદીપ લેમિચ્છાનેને 2-2 વિકેટ મળી હતી. પંજાબ તરફથી અવેશ શાહ સૌથી મોંઘો બોલર સાબિત થયો હતો. અવેશ શાહે 2 ઓવરમાં 30 રન આપ્યા હતા. બોલિંગમાં સારી શરૂઆત છતાંય દિલ્હી કેપિટલ્સ પંજાબને ઓછા રન સુધી સીમિત રાખવામાં સફળ ન થયા. અને પંજાબ સન્માજનક સ્કોર કરતા 166 રન સુધી પહોંચ્યું હતું.

આ પણ વાંચોઃ IPL મેચમાં KKRના વિજય પછી કંઈક આવો હતો શાહરુખનો અંદાજ

હવે પંજાબને દિલ્હીને જીતવા માટે 167 રનની જરૂર છે. ઉલ્લેખનીય છે કે પોઈન્ટ ટેબલમાં બંને ટીમો 4-4 પોઈન્ટ સાથે ચોથા અને પાંચમા નંબરે છે. આજની મેચ જે જીતશે તે ત્રીજા ક્રમાંકે પહોંચશે. બંને ટીમો સરખા પોઈન્ટ સ ધરાવે છે. ત્યારે બંને ટીમને મેચ જીતવી જરૂરી છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK