IPL 2019: રાજસ્થાને આપ્યો કોલકાતાને 140 રનનો ટાર્ગેટ

Apr 07, 2019, 21:41 IST

રાજસ્થાને 20 ઓવરમાં 3 વિકેટના નુકસાને 139 રન બનાવ્યા છે. ધીમી ગતિની રમતના કારણે રાજસ્થાન માત્ર 139 રન બનાવી શક્યું છે. બેન પછી સ્ટીવ સ્મિથ પહેલી વાર ફોર્મમાં દેખાયા હતા

IPL 2019: રાજસ્થાને આપ્યો કોલકાતાને 140 રનનો ટાર્ગેટ
સ્મિથે ફોર્મમા ફરતા ફટકારી હાફ સેન્ચુરી

રાજસ્થાને 20 ઓવરમાં 3 વિકેટના નુકસાને 139 રન બનાવ્યા છે. ધીમી ગતિની રમતના કારણે રાજસ્થાન માત્ર 139 રન બનાવી શક્યું છે. બેન પછી સ્ટીવ સ્મિથ પહેલી વાર ફોર્મમાં દેખાયા હતા. સ્મિથે 59 બોલમાં 73 રન બનાવ્યા હતા જ્યારે જોસ બટલરે 34 બોલમાં 37 બનાવ્યા હતા. કોલકાતાના બોલરોએ ફરી એકવાર વિરોધી ટીમને ઝકડી રાખ્યા હતા અને હાથ ખોલવાનો કોઈ પણ મોકો આપ્યો હતો નહી.

કોલકાતાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય ટીમ માટે ખરો પડ્યો હતો અને રાજસ્થાનના રથને 139ના રને રોક્યો હતો. IPLમાં ડેબ્યૂ કરી રહેલા હેરી ગર્નીના નામે 2 વિકેટ રહી હતી જ્યારે 1 વિકેટ પી.ક્રિષ્નાના નામે રહી હતી. જયપુરની ડ્રાય પીચ પર કોલકાતાના બોલર સફળ બોલિંગ સ્પેલ નાખવામાં સફળ રહ્યા હતા.

 

આ પણ વાંચો: IPL 2019: બેંગ્લોરની સીઝનની સતત છઠ્ઠી હાર

 પહેલા બેટિંગ કરતા જોસ બટલર અને સ્મિથ વચ્ચે સારી પાર્ટનરશિપ રહી હતી. સારી બોલિંગના કારણે રોયલ્સની ટીમની રન રેટ ખુબ ધીમી રહી હતી જેના કારણે ટીમ 139 રન બનાવ્યા હતા. રહાણે માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ  સ્મિથ-બટલરે બાજી સંભાળી હતી પરંતુ ટીમને મોટો સ્કોર અપાવી શક્યા હતા નહી. કોલકાતા માટે 140નો ટાર્ગેટ ચેઝ કરવાનો રહેશે. 

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK