IPL 2019: કોહલી- ડીવિલિયર્સની ધમાકેદાર ઈનિંગ, KKRને જીતવા 206નો ટાર્ગેટ

Apr 05, 2019, 21:43 IST

છેલ્લી 4 મેચમાં હાર બાદ 5મી મેચ રમી રહેલી RCB આજે તેના રંગમાં દેખાઈ છે. RCBના મહત્વના બે પ્લેયર કોહલી અને ડીવિલિયર્સની ધુંઆધાર પાર્ટનરશિપના કારણે RCBએ 20 ઓવરમાં 3 વિકેટના નુકસાને 205 રન બનાવ્યા હતા.

IPL 2019: કોહલી- ડીવિલિયર્સની ધમાકેદાર ઈનિંગ, KKRને જીતવા 206નો ટાર્ગેટ
કોહલી- ડીવિલિયર્સની ધમાકેદાર ઈનિંગ

છેલ્લી 4 મેચમાં હાર બાદ 5મી મેચ રમી રહેલી RCB આજે તેના રંગમાં દેખાઈ છે. RCBના મહત્વના બે પ્લેયર કોહલી અને ડીવિલિયર્સની ધુંઆધાર પાર્ટનરશિપના કારણે RCBએ 20 ઓવરમાં 3 વિકેટના નુકસાને 205 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી અને ડીવિલિઅર્સે 108 રનની પાર્ટનરશિપ થઈ હતી વિરાટે 49 બોલમાં 84 રન ફટકાર્યા હતા જ્યારે ડીવિલિઅર્સે માત્ર 32 બોલમાં 63 રન ફટકાર્યા હતા. કોલકાતા 20 ઓવરમાં માત્ર 3 વિકેટ ખેરવી શકી હતી. કોલકાતા તરફથી કોઈ પણ બોલર ખાસ પ્રદર્શન કરી શક્યો હતો નહી જેના કારણે RCB 205 રનના સ્કોરે પહોચ્યું હતું.

કોલકાતાએ ટોસ જીતીને વિરાટ બ્રિગેડને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ધીમી શરુઆત સાથે RCBએ 64 રને પહેલી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ કોલકાતાના બોલરો સામે એક પછી એક વિરાટ અને ડીવિલિઅર્સ રન મશીને રનોનો વરસાદ શરુ કર્યો હતો. મેચની 18મી ઓવરમાં વિરાટ 84 રને આઉટ થયો હતો. કોલકાતાએ 19મી ઓવરમાં ડીવિલિઅર્સને 63 રને આઉટ કર્યો હતો. ઈનિંગના અંતમાં સ્ટોઈનિસે માત્ર 13 બોલમાં 28 રનની મહત્વની ઈનિંગ રમી હતી જેના કારણે RCBએ 200નો સ્કોર પાર કર્યો હતો.

પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કોલકાતા માટે ખાસ રહ્યો હતો નહીં. કોલકાતા બેંગ્લોરની 3 વિકેટ જ ખેરવી શક્યું હતુ. કોલકાતા તરફથી સુનિલ નરેન, કુલદિપ યાદવ, નીતિશ રાણાના નામે 1-1 સફળતા રહી હતી જ્યારે બાકી કોઈ પણ બોલર ટીમને સફળતા અપાવી શક્યા ન હતા. 4 હાર બાદ આજે RCB પાસે IPL 2019ની પહેલી જીત મેળવવાનો મોકો છે. કોલકાતા પણ જીતના ઈરાદા સાથે બેટિંગ કરવા મેદાન પર ઉતરશે. જોવાનું રહેશે કઈ ટીમ બાજી મારે છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK