IPL 2019: કલકત્તાએ રાજસ્થાનને આઠ વિકેટથી કચડ્યું

Apr 08, 2019, 11:42 IST

લિન અને નારાયણે આક્રમક ૯૧ રનની પાર્ટનરશિપથી રહાણેની રૉયલ્સને પૉઇન્ટ્સ-ટેબલમાં સાતમાં ક્રમે ધકેલ્યું

IPL 2019: કલકત્તાએ રાજસ્થાનને આઠ વિકેટથી કચડ્યું
જોડી કમાલ કી : કલકત્તાના ઓપનરો ક્રિસ લિન અને સુનીલ નારાયણે ૯૧ રનની પાર્ટનરશિપ કરીને મૅચ વન-સાઇડેડ બનાવી હતી.

ક્રિસ લિનના ૫૦ અને સુનીલ નારાયણના ૪૭ રનની મદદથી શાહરુખ ખાનની ટીમ કલકત્તાએ રાજસ્થાનને ૮ વિકેટથી હરાવી દીધું હતું. રૉબિન ઉથપ્પા અને શુભમન ગિલે જીતની ફૉર્માલિટી પૂરી કરી હતી. જૉસ બટલરના ૩૭ અને સ્ટીવન સ્મિથના ૫૯ બૉલમાં નૉટઆઉટ ૭૩ રન છતાં કલકત્તાના ડિસિપ્લિન બોલિંગની મદદથી રાજસ્થાન 20 ઓવરમાં ૩ વિકેટે ૧૩૯ રન બનાવી શકી હતી. ટૉસ જીતીને કલકત્તાના કૅપ્ટન દિનેશ કાર્તિકે પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અજિંક્ય રહાણે (૫)ની વિકેટ બીજી ઓવરમાં ગુમાવ્યા પછી જૉસ બટલર અને સ્ટીવન સ્મિથ વચ્ચે ૧૦.૪ ઓવરમાં ૭૨ રનની કીમતી પાર્ટનરશિપ થઈ હતી.

આ પણ વાંચો : IPL 2019: બૅન્ગલોરે ફટકારી પરાજયની સિક્સર, દિલ્હીએ મેળવ્યો 4 વિકેટથી વિજય

જૉસ બટલરે ૩૪ બૉલમાં પાંચ ફોર અને ૧ સિક્સની મદદથી ૩૭ અને સ્ટીવન સ્મિથના ૫૯ બૉલમાં ૭ ફોર અને ૧ સિક્સની મદદથી નૉટઆઉટ ૭૩ રન બનાવ્યા હતા. કલકત્તાના પીયૂષ ચાવલાએ ૪ ઓવરમાં ફ્કત ૧૯ રન આપ્યા હતા, જ્યારે પ્રસિધ કૃષ્ણાએ ૪ ઓવરમાં ૩૫ રન આપીને રહાણેની વિકેટ લીધી હતી. સુનીલ નારાયણે ૪ ઓવરમાં ફક્ત ૨૨ રન આપ્યા હતા. ઇંગ્લૅન્ડના હેરી ગર્નેએ ૪ ઓવરમાં ૨૫ રન આપીને બે વિકેટ લીધી હતી. કલકતાએ ૬ ઓવરમાં ૬૫ રન બનાવી લીધા હતા.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK