IPL 2019: પંજાબ સામે બેંગ્લોરની 'કરો યા મરો'નો જંગ

Apr 13, 2019, 15:30 IST

એક તરફ બેગ્લોર માટે કરો યા મરોની સ્થિતિ છે જ્યારે પંજાબ માટે IPL પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોચવાનો મોકો. સતત છ હાર મેળવ્યા પછી બેંગ્લોરની ટીમનો આત્મવિશ્વાસ ઘટ્યો છે.

IPL 2019: પંજાબ સામે બેંગ્લોરની 'કરો યા મરો'નો જંગ
પંજાબ સામે બેંગ્લોરની 'કરો યા મરો'નો જંગ

આજે IPL મહામુકાબલા મુંબઇ અને રાજસ્થાન વચ્ચેની પેહલી મેચ બાદ બીજી મેચ પંજાબ અને બેંગ્લોર વચ્ચે મોહાલીના મેદાન પર રાત્રે 8 કલાકે રમાશે. બીજી મેચની વાત કરીએ તો પંજાબે અત્યાર સુધી 7 મેચમાંથી 4 મેચમાં જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે છે. તો કોહલીની બેંગ્લોરની ટીમ હાલ આઇપીએલની કારકિર્દીમાં સૌથી ખરાબ પ્રદર્શન કરી રહ્યું છે. બેંગ્લોરની ટીમે પોતાની તમામ 6 મેચ હાર્યું છે અને પોઇન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. જો બેંગ્લોરને ટુર્નામેન્ટમાં બની રહેવું હોય તો તેને હવે બાકીની તમામ મેચમાં જીત મેળવવી જરૂરી છે અને સારા રન રેટથી જીતવુ પડશે.

બેંગ્લોર માટે કરો યા મરોનો જંગ

એક તરફ બેગ્લોર માટે કરો યા મરોની સ્થિતિ છે જ્યારે પંજાબ માટે IPL પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોચવાનો મોકો. સતત છ હાર મેળવ્યા પછી બેંગ્લોરની ટીમનો આત્મવિશ્વાસ ઘટ્યો છે જ્યારે પંજાબ આ વર્ષે 6 મેચમાંથી 4 મેચમાં જીત મેળવી સારી પોઝીશન પર છે. વિરાટ કોહલી માટે ટીમને પાછી ટુર્નામન્ટમાં લાવવી મોટી પરીક્ષા રહેશે.

પંજાબના લોકેશ રાહુલ અને ગેલ ફોર્મમાં 

અશ્વિનની આગેવાનીમાં રમી રહેલી પંજાબની ટીમની ઓપનિંગ જોડી ફોર્મમાં છે. લોકેશ રાહુલ અને ક્રિસ ગેલને રોકવા બેંગ્લોર માટે મોટો પડકાર રહેશે. આ સીઝનમાં કોહલી અને ડી વિલિયર્સ તેમના રંગમાં જોવા મળ્યા નથી જે આજે જોવા મળે તેવી આશા રાખવામાં આવી રહી છે

 

બેંગ્લોરની ટીમ

વિરાટ કોહલી (સુકાની), પાર્થિવ પટેલ (વિકેટ કિપર), એબી ડીવિલિયર્સ, મોઈન અલી, કૉલિન ડી. ગ્રાન્ડહોમ, શિમરૉન હેટમાયર, શિવમ દુબે, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, ઉમેશ યાદવ, ટીમ સાઉદી, દેવદત્ત પલ્લીકલ, હિંમત સિંહ, ગુરકીરત સિંહ માન, હેનરિચ ક્લાસેન, યજુવેન્દ્ર ચહલ, પવન નેગી, વૉશિંગ્ટન સુંદર, અક્ષરદીપ નાથ, પ્રયાસ બર્મન, કુલવંત ખેજરોલિયા.

 

આ પણ વાંચો: IPL 2019: મંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે વાનખેડેમાં ટક્કર

 

પંજાબની ટીમ

આર.અશ્વિન (સુકાની), લોકેશ રાહુલ (વિકેટ કિપર), ક્રિસ ગેઈલ, ડેવિડ મિલર, મયંક અગ્રવાલ, મુજીબ ઉર રહમાન, મનદીપ સિંહ, સૈમ કરન, એન્ડ્રૂ ટાય, મુરૂગન અશ્વિન, સરફરાઝ ખાન, મોહમ્મદ શામી, કરૂણ નાયર, મોઈસેસ હેનરિક્સ, વરૂણ ચક્રવર્તી, હરપ્રીત બરાર, અગ્નિ અયાચી, સિમરન સિંહ, નિકોલસ પૂરન, હાર્ડુસ વિલજોએન, અંકિત રાજપૂત, અર્શદીપ સિંહ.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK