IPL 2019: મુંબઈ સામે દિલ્હી કેપિટલ્સની જીત

Mar 25, 2019, 00:01 IST

મુંબઈ સામે દિલ્હી કેપિટલ્સે 37 રને જીત મેળવી છે. દિલ્હી કેપિટલ્સ દ્વારા આપવામાં આવેલા 213ના ટાર્ગેટ સામે મુંબઈ 176 રન પર સમેટાઈ હતી

IPL 2019: મુંબઈ સામે દિલ્હી કેપિટલ્સની જીત
દિલ્હીની જીત સાથે શરુઆત

મુંબઈ સામે દિલ્હી કેપિટલ્સે 37 રને જીત મેળવી છે. દિલ્હી કેપિટલ્સ દ્વારા આપવામાં આવેલા 213ના ટાર્ગેટ સામે મુંબઈ 176 રન પર સમેટાઈ હતી.દિલ્હી કેપિટલ્સ દ્વારા આપવામાં આવેલા 213ના ટાર્ગેટ સામે મુંબઈ 176 રન પર સમેટાઈ છે. પહેલા બેટિંગ કરતા દિલ્હી 213 રન બનાવ્યા હતા જેના જવાબમાં મુંબઈ 176 રન જ બનાવી શકી હતી. Iplમાં દિલ્હીએ મુંબઈને 37 રને હાર આપી જીત સાથે 12મી સીઝનની શરુઆત કરી હતી

મુંબઈ તરફથી યુવરાજ સિંહે સૌથી વધુ રન ફટકાર્યા હતા. યુવરાજે 35 બોલમાં 53 રન ફટકાર્યા હતા. લાંબા સમય બાદ યુવરાજ ફોર્મમાં પરત ફર્યો હતો. આ સિવાય કૃણાલ પંડ્યાએ 15 બોલમાં 32 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી ઈશાંત શર્મા અને રબાડાએ 2-2 વિકેટ ઝડપી હતી. આ સિવાય બોલ્ટ, તેવટિયા, કિમો પૉલ અને અક્ષર પટેલને 1-1 વિકેટ મળી હતી.

રિષભ પંતની ધુંઆધાર ઈનિંગના કારણે દિલ્હીએ મુંબઈને જીતવા માટે 214 રનનો ટાર્ગેટ આપ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે શરુઆતી ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી જો કે ત્યારબાદ શિખર ધવન અને કોલિન ઇંગ્રામે બાજી સંભાળી હતી કોલિન અને ધવન વચ્ચે 89 રનની પાર્ટનરશિપ થઈ હતી. મોટા શોટ્સ ફટકારવામાં એક્સપર્ટ રિષભ પંતે મુંબઈ ઈન્ડિયન્સના બોલરે બેકફૂટ પર ધકેલ્યા હતા રિષભ પંતે માત્ર 18 બોલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી. મુંબઈ ઈન્ડિયન્સ સામે જીત માટે 120 બોલમાં 214 રનનો ટાર્ગેટ છે.

મુંબઈના વાનખેડેમાં રમાઈ રહેલી મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે IPL 2019ની ત્રીજી મેચ રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શરુઆત મુંબઈના પક્ષમાં રહી હતી જો કે ત્યારબાદ શિખર ધવન, કોલિન ઈન્ગ્રામ અને રિષભ પંતે વિરોધી ટીમના બોલરોના ખબર અંતર પૂછ્યા હતા. ધવન અને કોલિનના આઉટ થતા જવાબદારી રિષભ પંતે ઉપાડી હતી અને માત્ર 27 બોલમાં 78 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી.

મુંબઈ તરફથી મેક્લેગન સૌથી સફળ બોલર રહ્યો હતો મેક્લેગનના નામે 3 વિકેટ રહી હતી. આ સિવાય હાર્દિક પંડ્યા, બુમરાહ અને બેન કટિંગના નામે 1-1 વિકેટ રહી હતી. મુંબઈને જીતવા માટે 214 રન બનાવવાના રહેશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK