IPL 2019: બૅન્ગલોરે ફટકારી પરાજયની સિક્સર, દિલ્હીએ મેળવ્યો 4 વિકેટથી વિજય

Apr 08, 2019, 11:34 IST

પ્લેયર ઑફ ધ મૅચ કેગિસો રબાડાના કરીઅર-બેસ્ટ T20 પર્ફોર્મન્સ સામે કોહલીની ટીમ 20 ઓવરમાં ૮ વિકેટે ફક્ત ૧૪૯ રન બનાવી શકી

IPL 2019: બૅન્ગલોરે ફટકારી પરાજયની સિક્સર, દિલ્હીએ મેળવ્યો 4 વિકેટથી વિજય
રબાડાને બજાયા બૅન્ગલોર કા બૅન્ડ : ૨૧ રનમાં ૪ વિકેટ લેનાર દિલ્હીનો પેસર કેગિસો રબાડા.

દિલ્હીના કૅપ્ટન શ્રેયસ અય્યરના ૬૭ રન અને કેગિસો રબાડાની ૨૧ રનમાં ૪ વિકેટને કારણે બૅન્ગલોર ફરી એક વખત સીઝનની પહેલી જીત મેળવી શક્યું નહોતું. રબાડાએ કૅપ્ટન કોહલી, એબી ડિવિલિયર્સ, અક્ષદીપ નાથ અને પવન નેગીની વિકેટો લીધી હતી. ટૉસ જીતીને દિલ્હીના કૅપ્ટન શ્રેયસ અય્યરે પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોહલી (૪૧) અને મોઇન અલી (૩૨) સિવાય કોઇ બૅટ્સમૅન 20નો સ્કોર ક્રૉસ કરી શક્યા નહોતા. બૅન્ગલોરની ટીમના ફક્ત પાંચ બૅટ્સમૅન ડબલ ફિગરમાં પ્રવેશ કરી શક્યા હતા. ક્રિસ મોરિસે ૨૮ રનમાં બે વિકેટ લીધી હતી, જ્યારે અક્ષર પટેલ અને સંદીપ લામિછેને એક-એક વિકેટ લીધી હતી.

આ પણ વાંચો : આજે પંજાબ પાસે હૈદરાબાદને નમાવવાની તક

૧૫૦ના ટાર્ગેટ સામે દિલ્હીની ટીમે ઓપનર શિખર ધવનની વિકેટ પહેલી ઓવરમાં ગુમાવી હતી. ત્યાર બાદ પૃથ્વી શૉ અને કૅપ્ટન શ્રેયસ અય્યર વચ્ચે ૭.૫ ઓવરમાં ૬૮ રનની પાર્ટનરશિપ થઈ હતી. શ્રેયસ અય્યરે ૫૦ બૉલમાં ૮ ફોર અને બે ãસક્સની મદદથી ૬૭ રન બનાવ્યા હતા. કોલિન ઇનગ્રામે ૨૧ બૉલમાં ફોર અને બે સિક્સની મદદથી ૨૨ રન બનાવ્યા હતા. દિલ્હીને જીતવા માટે ફક્ત ૭ રન જોઈતા હતા ત્યારે મોહમ્મદ સિરાજ અને નવદીપ સૈનીએ મળીને ૩ વિકેટ લીધી હતી છતાં દિલ્હીને સીઝનની ત્રીજી જીતથી રોકી શક્યું નહોતું.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK