IPL 2019 : ધોનીની સેનાએ કોહલીની ટીમને પહેલી જ મેચમાં માત આપી

ચેન્નઇ | Mar 23, 2019, 20:46 IST

વિરાટ કોહલી સામે કેપ્ટન કુલ ધોની માસ્ટર માઇન્ડ સાબિત થયો હતો. બેંગ્લોરની ટીમે જીત માટે આપેલા 71 રનનો લક્ષ્યાંક ચેન્નઇ ટીમે 3 વિકેટના ભોગે પાર પાડ્યો હતો અને ટુર્નામેન્ટમાં જીત સાથે શરૂઆત કરી હતી.

IPL 2019 : ધોનીની સેનાએ કોહલીની ટીમને પહેલી જ મેચમાં માત આપી
હરભજન સિંંહ (PC : IPL)

IPL 2019 ની શરૂઆત 23 માર્ચથી થઇ ગઇ છે અને પહેલી મેચ કેપ્ટન કુલ ધોની અને વિરાટ કોહલી વચ્ચે રમાઇ હતી. જેમાં ફરી સાબીત થઇ ગયું હતું કે વિરાટ કોહલી સામે કેપ્ટન કુલ ધોની માસ્ટર માઇન્ડ સાબિત થયો હતો. બેંગ્લોરની ટીમે જીત માટે આપેલા 71 રનનો લક્ષ્યાંક ચેન્નઇ ટીમે 3 વિકેટના ભોગે પાર પાડ્યો હતો અને ટુર્નામેન્ટમાં જીત સાથે શરૂઆત કરી હતી.

ચેન્નઇએ ટોસ જીતી બેંગ્લોરને પહેલા બેટીંગ માટે મેદાન પર ઉતારી હતી. મેદાન પર ઉતરેલી બેંગ્લોરની ટીમની શરૂઆત સારી રહી ન હતી. ચેન્નઇના સ્પિન અટેક સામે બેંગ્લોર માત્ર 70 રનમાં જ ઓલ આઉટ થઇ ગયું હતું. હરભજન, ઇમરાન તાહીર અને જાડેજાનો કહેર મેચમાં જોવા મળ્યો હતો. ચેન્નઇના ઓપનર વોટસન કોઇ ખાતુ ખોલાવ્યા વગર જ આઉટ થઇ ગયો હતો. તો અંબાતુ રાયડુ 28 રનમાં મોહમ્મદ શિરાજનો શિકાર બન્યો હતો. આમ ચેન્નઇએ 18 ઓવરમાં 3 વિકેટના ભોગે જીતનો લક્ષ્યાંક પાર પાડીને ટુર્નામેન્ટમાં જીત સાથે શરૂઆત કરી હતી.

IPL 2019 માં પહેલી જ મેચમાં ધોનીની સેનાએ શાનદાર પ્રદર્શન કરતા વિરાટ કોહલીની ટીમ કોઇ ખાસ પ્રદર્શન કરી શકી ન હતી. આમ બેંગ્લોર ટીમે પોતાની પહેલી જ મેચમાં ધબડકો વાળ્યો હતો અને 70 રનમાં જ ઓલ આઉટ થઇ ગઇ હતી અને ચેન્નઇને જીતવા માટે માત્ર 71 રનનો આસાન લક્ષ્યાંક આપ્યો હતો. બેંગ્લોર તરફથી ગુજ્જુ ખેલાડી પાર્થીવ પટેલે સૌથી વધુ 29 રન કર્યા હતા. તેણે 35 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 29 રન કર્યા હતા. ચેન્નઇ તરફથી હરભજન સિંહ અને ઇમરાન તાહીરે 3-3 વિકેટો તો રવીન્દ્ર જાડેજાએ 2 વિકેટ અને બ્રાવોએ 1 વિકેટ ઝડપી હતી.

એબી ડી વિલિયર્સનો કેચ છોડનાર ઇમરાન તાહીરે ફરી બેંગ્લોરની કમર તોડતા નવદીપને પેવેલિયન ભેગો કર્યો હતો. નવદીપને 2 રનના સ્કોર પર આઉટ કર્યો હતો. આ સમયે ટીમનો સ્કોર 11.1 ઓવરમાં 7 વિકેટે 53 રનનો હતો.

હરભજન બાદ અને ગુજ્જુ ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ ચેન્નઇ ટીમની કમાન સંભાળી છે અને આવતાની સાથે જે પોતાની પહેલી જ ઓવરમાં બેંગ્લોરને ઝટકો આપી દીધો. જાડેજાએ બેંગ્લોરના કોલીન ડીને 4 રનના સ્કોર પર આઉટ કર્યો હતો. કોલી ડીએ એક ચોગ્ગાની મદદથી 6 બોલમાં 4 રન કર્યા હતા. આ સમયે બેંગ્લોરનો સ્કોર 6 વિકેટે 50 રનનો જ હતો.

હરભજન ચેન્નઇ ટીમ તરફથી પહેલી જ મેચમાં શાનદાર પ્રદ્રશન કરતા ધોનીનો વિશ્વાસ તોડ્યો ન હતો અને પોતાના 4 ઓવરની સ્પેલમાં 3 મહત્વની વિકેટ ઝડપી હતી.

પોતાની પહેલી જ આઇપીએલ મેચ રમી રહેલ હેતમાયર કઇ ખાસ કરી શક્યો ન હતો અને હરભજનની ઓવરમાં રન આઉટ થયો હતો. આમ બેંગ્લરોની ટીમને એક પછી એક મોટા ઝટકા લાગ્યા હતા. હેતમાયર 2 બોલમાં ખાતુ ખોલાવ્યા વગર રન આઉટ કર્યો હતો. આ સમયે બેંગ્લોરનો સ્કોર 4 વિકેટે 39 રનનો હતો.

ચેન્નઇના શેર હરભજન ફરી હરીફ ટીમ પર ત્રાટકતા ટીમના મહત્વના ખેલાડી એબી ડિ વિલિયર્સને પેવેલિયન ભેગો કર્યો હતો. જોકે હરભજને 7.1 ઓવરમાં એબી ડિ વિલિયર્સે હવામાં બોલને ઉછાળ્યો હતો અને ફિલ્ડર ઇમરાન તાહીરે આ કેચ છોડતા એબી ડિને જીવનદાન આપ્યું હતું. જોકે હરભજનના બીજા જ બોલ પર એબી ડીએ બોલને હવામાં ઉછાળ્યો હતો પરંતુ આ વખતે રવીન્દ્ર જાડેજાએ કોઇ તક ગુમાવી ન હતી અને કેચ પકડી લેતા બેંગ્લરોને મોટો ઝટકો આપ્યો હતો. એબી ડી 10 બોલમાં માત્ર 9 રનમાં આઉટ થયો હતો. આ સમયે બેંગ્લોરનો સ્કોર 3 વિકેટે 38 રનનો જ હતો.

હરભજન ફરી હરીફ ટીમ પર ત્રાટકતા મોઇન અલીને પેવેલિયન ભેગો કર્યો હતો. હરભજને 5.2 ઓવરમાં મોઇન અલીને વ્યક્તિગત 9 રનના સ્કોર પર આઉટ કર્યો હતો. આ સમયે બેંગ્લરો ટીમનો સ્કોર 2 વિકેટે 28 રનનો હતો.

બેંગ્લોરની ટીમને પહેલો મોટો ઝટકો ધોનીના અનુભવી બોલર હરભજનસિંહે આપ્યો હતો. હરભજને 3.3 ઓવરમાં વિરાટ કોહલીને માત્ર 6 રનના સ્કોર પર આઉટ કરીને ચેન્નઇને મોટી સફળતા અપાવી હતી. વિરાટ કોહલી 12 બોલમાં માત્ર 6 રનમાં આઉટ થયો હતો. આ સમયે બેંગ્લોર ટીમનો સ્કોર 1 વિકેટે 16 રનનો હતો.

આ પણ વાંચો : IPL 2019:આજે Dhoni Vs Kohli, આવો રહ્યો છે બંનેનો રેકોર્ડ

આઇપીએલમાં વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ટોસ હારતા પહેલા બેટીંગ કરવા મેદાન પર ઉતરી છે. ત્યારે ટીમ તરફથી ઓપનીંગ કરવા પાર્થીવ પટેલ અને ખુદ ગબ્બર સુકાની વિરાટ કોહલી મેદાન પર ઉતર્યો હતો.

આજથી ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની શરૂઆત થઇ ગઇ છે. ટુર્નામેન્ટમાં પહેલી મેચ કેપ્ટન કુલ ધોની અને વિરાટ કોહલીની ટીમ વચ્ચે છે. ચેન્નઇ ટીમે ટુર્નામેન્ટમાં પહેલી મેચમાં ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય લીધો છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK