IPL 2019: સુપર વિકેન્ડમાં ટકરાશે ધોની અને રહાણેની સેના

Mar 31, 2019, 18:02 IST

સુપર સન્ડેમાં પહેલો મુકાબલો સનરાઈઝર્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે રમાઈ રહ્યો છે જ્યારે બીજી બાજુ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની સેના પણ ટકરાશે.

IPL 2019: સુપર વિકેન્ડમાં ટકરાશે ધોની અને રહાણેની સેના
સુપર વિકેન્ડમાં ટકરાશે ધોની અને રહાણેની સેના

સુપર સન્ડેમાં પહેલો મુકાબલો સનરાઈઝર્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે રમાઈ રહ્યો છે જ્યારે બીજી બાજુ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની સેના પણ ટકરાશે. એકતરફ ચેન્નાઈ બે મેચો રમી છે જેમા જીત મેળવી છે અને રાજસ્થાન રોયલ્સ હજુ પણ પહેલી જીતની શોધમા મેદાન પર ઉતરશે. ચેન્નાઈ સુપર કિગ્સ ટીમે રોયલ ચેલેન્જર બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ ટીમ સામે જીત મેળવી છે. જ્યારે રાજસ્થાન રોયલ્સને સન રાઈઝર્સ અને પંજાબ સામેની રસાકરી મેચ બાદ બન્નેમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

બે મેચ જીતી ધોનીની સેના આત્મવિશ્વાસથી ભરપુર

ધોની બ્રિગેડ બન્ને જીત સાથે આત્મ વિશ્વાસથી ભરપૂર છે. જ્યારે રાજસ્થાન છેલ્લી બે હારથી ક્યાક મુશ્કેલીમાં ફસાયુ જોવા મળી રહ્યું છે. સન રાઈઝર્સ સામેની મેચમાં સંજુ સેમસનની સેન્ચુરીની મદદથી 198 રન બનાવ્યા હતા તેમ છતા રાજસ્થાન જીતી શક્યું હતુ નહી. ચેન્નાઈ સામે રમાનારી મેચમાં રાજસ્થાન રોયલ્સને ધોની, બ્રાવો, વોટસન, સુરેશ રૈનાની ધુઆંધાર હિટ્સનો સામનો કરવાનો રહેશે. જ્યારે બોલિંગમાં જાડેજા, હરભજન સિંહ અને તાહિરની ફિરકી સામે રાજસ્થાન રોયલ્સના બેટ્સમેનોને સંભાળીને રમવુ પડશે.


આ પણ વાંચો: IPL 2019: બૈર્સટો-વૉર્નરની ધૂમ, બેંગ્લોરને જીત માટે 232નો ટાર્ગેટ

 

સ્ટાર બેટ્સમેનો છતાં રાજસ્થાન જીતની તલાસમાં

રાજસ્થાન રોયલ્સમાં જોસ બટલર અને સંજુ સેમસન પર સારી શરુઆતનો આધાર રહેશે. આ સિવાય અજિંક્યા રહાણે, સ્ટિવ સ્મિથ, બેન સ્ટોક્સ પર પણ ખાસ નજર રહેશે. રાજસ્થાન ટીમનો બોલિંગ આધાર ઝોફરા આર્ચર પર રહેશે આ સિવાય ધવલ કુલકર્ણી અને જયદેવ ઉનડકટ ચેન્નાઈના બેટ્સમનોને જલદીથી પેલેવિયન મોકલવા પ્રયત્ન કરશે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK