IPL 2019: ચેન્નાઈ સુપર કિંગ્સને જીતવા 152નો ટાર્ગેટ

Apr 11, 2019, 22:16 IST

એક પછી એક વિકેટ ગુમાવવાના કારણે રાજસ્થાન રોયલ્સ 20 ઓવરના અંતે માત્ર 151 રન બનાવી શકી હતી. રાજસ્થાન તરફથી કોઈ પણ બેટ્સમેન 30નો આંકડો પાર કરી શક્યું હતુ નહી.

IPL 2019: ચેન્નાઈ સુપર કિંગ્સને જીતવા 152નો ટાર્ગેટ
ચેન્નાઈ સુપર કિંગ્સને જીતવા 152નો ટાર્ગેટ

સારી શરુ બાદ રાજસ્થાન રોયલ્સનો ફરી એકવાર ધબડકો. એક પછી એક વિકેટ ગુમાવવાના કારણે રાજસ્થાન રોયલ્સ 20 ઓવરના અંતે માત્ર 151 રન બનાવી શકી હતી. રાજસ્થાન તરફથી કોઈ પણ બેટ્સમેન 30નો આંકડો પાર કરી શક્યું હતુ નહી. બેન સ્ટોક્સે સૌથી વધુ 28 રન બનાવ્યા હતા જેની માટે તે 26 બોલ રમ્યો હતો. ચેન્નાઈના બોલર ફરી એકવાર રાજસ્થાનના બેટ્સમેનોને સકંજામાં રાખ્યા છે. રવિન્દ્ર જાડેજાએ 4 ઓવરમાં માત્ર 20 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

ટોસ જીતીને ચેન્નાઈએ રોયલ્સને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતુ. રાજસ્થાનની શરુઆત સારી રહી હતી. શરુઆતી ઓવરોમાં રાજસ્થાન 10ની રન રેટથી રમી રહ્યું હતું જો કે સતત વિકેટ ગુમાવવાના કારણે ટીમ રન રેટ જાળવી શકી હતી નહી અને માત્ર 151 રનનુ ટોટલ બનાવી શકી હતી. રાજસ્થાન તરફથી હાઈએસ્ટ રન સ્ટોક્સે (28) બનાવ્યા હતા. આ સિવાય જોસ બટલર 10 બોલમાં 23 રન બનાવ્યા હતા.

 

આ પણ વાંચો: IPL 2019: મહેન્દ્ર ધોની મારી શકે છે આજે IPLમાં જીતની સેન્ચૂરી

 

ચેન્નાઈ ફરી 5 બોલરના સફળ ઉપયોગથી રાજસ્થાન રોયલ્સને સંકજામાં રાખી શકી હતી. ચેન્નાઈ તરફથી જાડેજા, દિપર ચાહર અને શાર્દુલ ઠાકુરના નામે 2-2 વિકેટ રહી હતી જ્યારે સેન્ટનરને 1 સફળતા મળી હતી. બન્ને ટીમો માટે આ જીત મહત્વની રહેશે. એકતરફ રાજસ્થાન આ IPLની બીજી જીત મેળવવા લડશે જ્યારે ધોની તેની કેપ્ટનશિપ હેઠળ ટીમની 100મી જીત માટે મેદાન પર ઉતરશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK