IPL 2019: ચેન્નઈ અને કલકત્તા વચ્ચે આજે જામશે ખરાખરીનો જંગ

Apr 09, 2019, 11:41 IST

ચેન્નઈના સ્પિનરોએ રસેલને વહેલો આઉટ કરવો પડશે

IPL 2019: ચેન્નઈ અને કલકત્તા વચ્ચે આજે જામશે ખરાખરીનો જંગ
એન્દ્રે રસેલ

રવિવારે રાજસ્થાનને ૮ વિકેટથી હરાવનાર ટેબલ ટૉપર કલકત્તાએ મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નઈની ટીમને હરાવવા મહેનત કરવી પડશે. IPLની શરૂઆતથી આ બે ટીમ વચ્ચે ઘણી રોમાંચક મૅચ રમાઈ ચૂકી છે. શનિવારે ચેન્નઈના સ્પિનરો પંજાબને ૧૬૦ રનના ટાર્ગેટ સામે ૧૩૮ રનમાં રોકવામાં સફળ રહ્યા હતા. પ્લેયર ઑફ ધ મૅચ હરભજન સિંહે પોતાની પહેલી ઓવરમાં બે વિકેટ લઇને પંજાબને બેકફુટ પર ધકેલ્યું હતું. ચેન્નઈની બૅટિંગ લાઇન-અપ ઘણી મજબૂત છે. ફૅફ ડુ પ્લેસી, શૅન વૉટસન, સુરેશ રાઇના, મહેન્દ્રસિંહ ધોની, અંબાતી રાયુડુ જેવા ક્લાસ બૅટ્સમૅનો છે.

કલકત્તા પાસે ક્રિસ લિન, સુનીલ નારાયણ, રૉબિન ઉથપ્પા અને મોસ્ટ ડેન્જરસ એન્દ્રે રસેલ જેવા ધરખમ બૅટ્સમૅનો છે જે કોઈ પણ બોલિંગ અટૅક સામે હિટિંગ કરી શકે છે. રાજસ્થાન સામે પીયૂષ ચાવલા, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ યાદવ, સુનીલ નારાયણ કરકસરભરી બોલિંગ કરીને તેમને ૧૩૯ રનમાં રોકવામાં સફળ રહ્યા હતા. આજે બન્ને ટીમની બૅટિંગ અને બોલિંગ વચ્ચે સ્પર્ધા ઇન્ટરેસ્ટિંગ રહેશે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK