IPL 2019:સીઝનની પહેલી જીત મેળવનાર બૅન્ગલોર આજે મુંબઈની પાર્ટી બગાડી શકે

મુંબઈ | Apr 15, 2019, 11:39 IST

બુમરાહ અને પંડ્યા બ્રધર્સે કોહલી-એબીની જોડીને કન્ટ્રોલ કરવી પડશે

IPL 2019:સીઝનની પહેલી જીત મેળવનાર બૅન્ગલોર આજે મુંબઈની પાર્ટી બગાડી શકે
રોહિત શર્મા

પંજાબને ૮ વિકેટથી હરાવીને આ સીઝનની પહેલી જીત મેળવનાર વિરાટ કોહલીની કૅપ્ટન્સીવાળી બૅન્ગલોરની ટીમ આત્મવિશ્વાસ સાથે મુંબઈ સામે જીત મેળવવાનો પ્રયાસ કરશે. બૅન્ગલોરે પ્લે-ઑફમાં પહોંચવા હવે દરેક મૅચ જીતવી અનિવાર્ય છે. પંજાબ સામેની જીતમાં કૅપ્ટન કોહલીએ ૬૭ અને એબી ડિવિલિયર્સે નૉટઆઉટ ૫૯ રન બનાવ્યા હતા. આ બન્ને વચ્ચે ૮૫ રનની કીમતી પાર્ટનરશિપ થઇ હતી.

આ પણ વાંચો : Cricket World Cup 2019 : ઓસ્ટ્રેલિયાએ જાહેર કરી 15 સભ્યોની ટીમ

મુંબઈનો રાજસ્થાન સામે શનિવારે ૪ વિકેટથી પરાજય થયો હતો જેમાં જૉશ બટલરે ૪૩ બૉલમાં ૮૯ રન બનાવ્યા હતા. મુંબઈના ઓપનરો રોહિત શર્મા અને કિવન્ટન ડી કૉકે ૧૦.૫ ઓવરમાં ૯૬ રનની પાર્ટનરશિપ કરી હતી, તેમ છતાં તેઓ ૨૦૦ના ફિગરને ક્રોસ કરવામાં નિષ્ફïળ રહ્યા હતા. ર્યોકર સ્પેશ્યાલિસ્ટ જસપ્રીત બુમરાહે અને હાર્દિક અને કૃણાલ પંડ્યાએ ઈન-ર્ફોમ કોહલી અને એબી ડિવિલિયર્સને વહેલા આઉટ કરવા પડશે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK