આ ડ્રીમ-ડેબ્યુ મને હંમેશાં યાદ રહેશે : અલ્ઝારી જોસેફ

Apr 08, 2019, 11:20 IST

તેણે IPLની ડેબ્યુ મૅચમાં રેકૉર્ડ-બ્રેકિંગ ૧૨ રનમાં ૬ વિકેટ લઇને બેસ્ટ બોલિંગનો રેકૉર્ડ પોતાના નામે કરી લીધો

આ ડ્રીમ-ડેબ્યુ મને હંમેશાં યાદ રહેશે : અલ્ઝારી જોસેફ
અલ્ઝારી જોસેફ

શનિવારે રાતની મૅચમાં જ્યારે રોહિત શર્માની ટીમ જ્યારે ૧૩૬ રનના સ્કોરને ડિફેન્ડ કરવા ઊતરી હશે ત્યારે કલ્પના પણ નહીં કરી હોય કે IPL ઇતિહાસનો બેસ્ટ બોલિંગનો રેકૉર્ડ એક ડેબ્યુટન્ટ પોતાના નામે કરી લેશે. વેસ્ટ ઇન્ડીઝ વતી ૧૫ વન-ડે રમેલા યંગ પેસર અલ્ઝારી જોસેફે શનિવારે હૈદરાબાદ જેવી સૌથી સંતુલિત ટીમ સામે ૩.૧ ઓવરમાં ફક્ત ૧૨ રનમાં ૬ વિકેટ લઈને મુંબઈને ૪૦ રનથી યાદગાર જીત અપાવી હતી. તેણે તેના રેકૉર્ડ-બ્રેકિંગ પફોર્ર્મન્સને ‘અકલ્પનીય’ કહ્યો હતો. તેણે પોસ્ટ-મૅચ પ્રેસ કૉન્ફરન્સમાં પોતાનો આનંદ વ્યક્ત કરતાં કહ્યું, ‘અકલ્પનીય. આ શરૂઆત ગ્રેટ હતી. મને નથી લાગતું કે આનાથી બેસ્ટ ડ્રીમ ડેબ્યુ મને મળી શકે. એટલે આ ક્ષણ મને હંમેશાં યાદ રહેશે.’

તેણે ડેન્જરસ બૅટ્સમૅન ડેવિડ વૉર્નર, વિજય શંકર, દીપક હુડા, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર અને સિદ્ધાર્થ કૌલની વિકેટો લીધી હતી. તેને પૂછવામાં આવ્યું કે ડેબ્યુ મૅચ પહેલાં તારા મગજમાં શું ચાલતું હતું? તેણે કહ્યું ‘મારી પહેલી મૅચ હતી એટલે મારે ટીમ માટે બેસ્ટ પર્ફોર્મન્સ આપવો હતો. પિચ બૅટિંગ માટે સારી નહોતી એટલે અમને ખબર હતી કે જો અમે શરૂઆતમાં અમુક વિકેટો લઈ લઈશું તો જીત મળશે. મારો ટાર્ગેટ મુંબઈને ટુર્નામેન્ટ જિતાડવાનો છે. મને છેલ્લી વિકેટ લેવાનો આનંદ છે, કારણ કે એને કારણે અમે મૅચ જીત્યા હતા. મારો ટાર્ગેટ મારી ટીમને વધુમાં વધુ મૅચ જિતાડવાનો છે. ૨૨ વર્ષના વેસ્ટ ઇન્ડીઝના આ પેસરે ૯ ટેસ્ટમાં ૨૫ અને ૧૫ વન-ડેમાં ૨૪ વિકેટ લીધી છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK