Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > જિતાડ્યા પછી રાયડુ મેદાન પર જ ઝઘડી પડ્યો

જિતાડ્યા પછી રાયડુ મેદાન પર જ ઝઘડી પડ્યો

15 May, 2012 04:46 AM IST |

જિતાડ્યા પછી રાયડુ મેદાન પર જ ઝઘડી પડ્યો

જિતાડ્યા પછી રાયડુ મેદાન પર જ ઝઘડી પડ્યો


rahane-sharshalગઈ કાલે અંબાતી રાયુડુએ મુંબઈ ઇન્ડિયન્સને જીત અપાવી ત્યાર પછી તેની અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરના બોલર હર્ષલ પટેલ વચ્ચે ઝઘડો થયો હતો અને એકમેક સામે ઉશ્કેરાઈ ગયા હતા. રાયુડુએ જીત સેલિબ્રેટ કરતી વખતે હર્ષલ તરફ કંઈક કૉમેન્ટ કરી હતી જેને લીધે હર્ષલ ગુસ્સે થયો હતો.

જોકે બૅન્ગલોરની ટીમનો કૅપ્ટન વિરાટ કોહલી સાથીપ્લેયર હર્ષલના પડખે આવ્યો હતો. કોહલીએ પત્રકારોને કહ્યું હતું કે ‘રાયુડુએ વિજય મનાવતી વખતે હર્ષલ પટેલ તરફ આવીને કૉમેન્ટ કરવાને બદલે પોતાની ટીમના ડગઆઉટમાં જવું જોઈતું હતું. રાયુડુએ આ રીતે જીતનો પ્રત્યાઘાત આપવાની જરૂર નહોતી.’



કીરૉન પોલાર્ડે કહ્યું હતું કે ‘મુંબઈની ટીમ આક્રમક છે એટલે આવા બનાવો સામાન્ય કહેવાય. જોકે અમે બન્ને ટીમોએ છેલ્લે સમાધાન કરી લીધું હતું અને એકમેક સાથે હાથ મિલાવ્યા હતા.’


તસવીરો : એએફપી


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2012 04:46 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK