IPL 2020: પાંચ-પાંચ કોરોના-ટેસ્ટે નહીં, આ એક શૉર્ટ રને દુખી કર્યા

Updated: 22nd September, 2020 20:13 IST | IANS | Dubai

સ્ટૉઇનિસ કે મયંકના પર્ફોર્મન્સને બદલે ચારેકોર શૉર્ટ-રનનો શોરબકોર

 જૉર્ડનની બૅટે ક્રીઝલાઇનને પાર નહોતી કરી અને તેમનં એવું લાગતાં એક શૉર્ટ રન જાહેર કર્યો હતો.
જૉર્ડનની બૅટે ક્રીઝલાઇનને પાર નહોતી કરી અને તેમનં એવું લાગતાં એક શૉર્ટ રન જાહેર કર્યો હતો.

પંજાબ ટીમની ઓનરે હાર બાદ ટ્વીટ પર બળાપો કાઢ્યો, તો ટીમનો ગઈ સીઝનના કોચ સેહવાગે અમ્પાયરને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવાનો કટાક્ષ કર્યો. રવિવારે આઇપીએલની ૧૩મી સીઝનની બીજી જ મૅચમાં ટાઇ બાદ સુપરઓવરનો રોમાંચ જોવા મળ્યો હતો. જોકે દિલ્હીના ઑલરાઉન્ડર માર્ક્સ સ્ટૉઇનિસ કે દિલ્હીના મયંક અગરવાલના લાજવાબ પર્ફોર્મન્સને બદલે ગઈ કાલે બધે જ શૉર્ટ રનના વિવાદની ચર્ચા હતી. જીત તરફ આગળ વધી રહેલી પંજાબ ટીમના બૅટ્સમેનો ૧૯મી ઓવરના પાંચમા બૉલે બે રન દોડ્યા હતા, પણ લેગ અમ્પાયરે શૉર્ટ રન જાહેર કરીને એક રન ઓછો કરી દીધો હતો અને મૅચ ટાઇ થઈ હતી અને સુપરઓવરમાં પંજાબનો પરાજય થયો હતો. પંજાબની ટીમે બળાપો કાઢ્યો હતો કે આ એક શૉર્ટ રનનો અમ્પાયરનો નિર્ણય કદાચ તેમને પ્લેઑફથી વંચિત રાખી શકે છે. પંજાબની ટીમે રેફરીજાવગલ શ્રીનાથને પણ આની ફરિયાદ કરી હતી. 

દુખી થયા બાદ ડાહી-ડાહી વાતો કરી પ્રીતિ ઝિન્ટાએ
પંજાબ ટીમની કો-ઓનર પ્રીતિ ઝિન્ટાએ હાર બાદ ટ્વીટ કર્યું હતું કે ‘હું આ મહામારીમાં પૂરા જોશ સાથે સફર કરીને અહીં પહોંચી છું. ૬ દિવસ ક્વૉરન્ટીન રહીને પાંચ-પાંચ કોવિડ-ટેસ્ટ હસતાં-હસતાં કરાવી હતી, પણ આ એક શૉર્ટ રને મને ખૂબ દર્દ આપ્યું. જો ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં ન આવે તો એનો મતબલ શું?’
જોકે પ્રીતિઅે બીજી અેક ટ્વીટમાં ડાહી-ડાહી વાતો કરાં લખ્યું હતું કે ‘હું દરેક હાર-જીતને વિનમ્રતાથી સ્વીકારવામાં અને ખેલભાવનામાં માનું છું, પણ રમતના સુધારા માટે નીતિનિયમોમાં સુધારો કરવાની પણ જરૂર છે. જે થવાનું હતું એ તો થઈ ગયું, હવે આગળ વધવું જરૂરી છે. એટલે હું હંમેશ મુજબ આગળ વધું છું અન પૉઝિટિવ છું.’

સેહવાગનો કટાક્ષ, ‘અમ્પાયરને આપો મૅન ઑફ ધ મૅચ’

ભારતીય ટીમના ભૂતપૂર્વ ફટકાબાજ બૅટ્સમૅન અને પંજાબ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન તથા કોચ વીરેન્દર સેહવાગે પણ તેની સ્ટાઇલમાં આ વિવાદ વિશે જણાવ્યું હતું કે ‘મૅન ઑફ ધ મૅચની પસંદગીથી હું સંતુષ્ટ નથી. જે અમ્પાયરે આ શૉર્ટ રન આપ્યો તે મૅન ઑફ ધ મૅચ થવો જોઈતો હતો. એ શૉર્ટ રન નહોતો અને એ જ સૌથી મોટો ફરક હતો.’

માનવીય ભૂલ: ૧૯મી ઓવરના પાંચમા બૉલે પંજાબનો ક્રિસ જૉર્ડન પહેલો રન પૂરો કરીને બીજા રન માટે દોડ્યો હતો. જોકે લેગ અમ્પાયર નીતિન મેનનને લાગ્યું કે જૉર્ડનની બૅટે ક્રીઝલાઇનને પાર નહોતી કરી અને તેમનં એવું લાગતાં એક શૉર્ટ રન જાહેર કર્યો હતો.

First Published: 22nd September, 2020 11:07 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK