ટેનિસના દિગ્ગજ પ્લેયર નોવાક જોકોવિચને ઑસ્ટ્રેલિયન ઓપનના ત્રીજા રાઉન્ડ દરમ્યાન સ્નાયુઓમાં દુખાવો ઊપડ્યો હતો જેને લીધે તે હવે ટુર્નામેન્ટની આગામી મૅચ રમી શકશે કે નહીં એ વિશે સવાલ ઊભા થયા છે. જોકે તેના પ્રતિસ્પર્ધી અમેરિકન પ્લેયર ટેલર ફ્રિત્ઝને જોકોવિચની ઈજા વિશે કોઈ ચોક્કસ જાણકારી નથી, પણ તેને ભરોસો છે કે આગામી મૅચમાં જોકોવિચ સારી રીતે કમબૅક કરશે. ઉલ્લેખનીય છે કે ટેલર સામે ગઈ કાલે રમાયેલી મૅચમાં જોકોવિચ ઈજાને કારણે ખાસ્સો હેરાન થઈ રહ્યો હતો અને તેણે પોતાની ટ્રીટમેન્ટ માટે મેડિકલ ટાઇમ-આઉટ લીધો હતો. ઈજા છતાં ટેલર સામેની મૅચ જોકોવિચ ૭-૬ (૧), ૬-૪, ૩-૬, ૪-૬, ૬-૨થી જીતી ગયો હતો.
પાંચથી છ શહેરોમાં યોજાઈ શકે છે આઇપીએલ
27th February, 2021 14:09 ISTયુસુફ પઠાણે સંન્યાસની જાહેરાત કરતાં કહ્યું...
27th February, 2021 14:07 IST૪૦૦ વિકેટનો માઇલસ્ટોન હાંસલ કરનાર એન્જિનિયર રવિચંદ્રન અશ્વિન કહે છે...
27th February, 2021 14:03 ISTવિનયકુમારે ૯૭૨ વિકેટ બાદ કરી ક્રિકેટને અલવિદા
27th February, 2021 14:00 IST