ઈજાગ્રસ્ત ઇંગ્લિશ ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર આઇપીએલમાંથી આઉટ

Published: Feb 07, 2020, 15:58 IST | Mumbai Desk

મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યું છે કે તેને જમણી કોણીમાં સ્ટ્રેસ ફ્રૅક્ચર થયું છે અને મિનિમમ ૩ મહિના ક્રિકેટથી તે દૂર રહેશે.

ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર ઈજાને કારણે ઇંગ્લૅન્ડના શ્રીલંકાના પ્રવાસમાંથી અને આઇપીએલ-૨૦૨૦માંથી બહાર થઈ ગયો છે. આર્ચરને ગયા મહિને સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ દરમ્યાન જમણી કોણીમાં ઈજા થઈ એ પછી આર્ચર શ્રેણીની બાકીની ત્રણેય ટેસ્ટમાં રમ્યો નહોતો. મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યું છે કે તેને જમણી કોણીમાં સ્ટ્રેસ ફ્રૅક્ચર થયું છે અને મિનિમમ ૩ મહિના ક્રિકેટથી તે દૂર રહેશે.

આર્ચરને રાજસ્થાન રૉયલ્સે ૨૦૧૮માં ૭.૨ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડે ઑફિશ્યલ સ્ટેટમેન્ટમાં કહ્યું કે તે હવે રીહૅબિલિટેશન પ્રોગ્રામની શરૂઆત કરશે અને જૂનમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ ટેસ્ટની સિરીઝથી કમબૅક કરશે. ઇંગ્લૅન્ડ માર્ચમાં શ્રીલંકામાં બે ટેસ્ટ મૅચ રમવાનું છે.

આર્ચર આઇપીએલમાં રાજસ્થાન રૉયલ્સ માટે રમે છે. તેની ગેરહાજરીમાં ફ્રૅન્ચાઇઝ જલદી રિપ્લેસમેન્ટ જાહેર કરી શકે છે. તેણે ગઈ સીઝનમાં રૉયલ્સ માટે ૬.૭૬ની ઇકૉનૉમીથી રન આપતાં ૧૧ વિકેટ ઝડપી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK