આયોજકોએ ભારતીય બૉક્સર સામેના પક્ષપાતની ફરિયાદ તરત ફગાવી દીધી

Published: 1st August, 2012 05:36 IST

સોમવારે ભારતીય બૉક્સર સુમીત સાંગવાન લાઇટ હેવીવેઇટ ૮૧ કિલો વર્ગમાં બ્રાઝિલના યામાગુચી ફ્લોરેન્ટિનો સામે ૧૪-૧૫થી હારી સુમીત વતી ઑલિમ્પિક્સના ભારતીય સંઘે આયોજકો સમક્ષ પક્ષપાતની જે ફરિયાદ નોંધાવી હતી એ ગઈ કાલે તરત ફગાવી દેવામાં આવી હતી.

સુમીતે બીજા અને ત્રીજા રાઉન્ડમાં પ્રભુત્વ જમાવ્યું હોવા છતાં જજોએ તેને પૂરતા પૉઇન્ટ ન આપ્યા હોવા બદલ ભારતે વિરોધ નોંધાવ્યો હતો. ભારતીય બૉક્સરોના કોચ ગુરબક્ષસિંહ સંધુએ પત્રકારોને કહ્યું હતું કે ‘અમારી ફરિયાદ નકારી કાઢવામાં આવી છે. આયોજકોએ આ માટે કોઈ કારણ નથી આપ્યું, પરંતુ અમે જાણીએ છીએ કે આવા કિસ્સાઓમાં થતી ફરિયાદ સ્વીકારવામાં આવી હોય એવું ભાગ્યે જ બનતું હોય છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK