ઇન્ડિયન બોલર્સ કરતાં વેગનરનો બાઉન્સર વધુ ખતરનાક : મૅથ્યુ વેડ

Published: 31st July, 2020 17:13 IST | Agencies | Melbourne

ઑસ્ટ્રેલિયન ક્રિકેટર મૅથ્યુ વેડ દ્વારા હાલમાં ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલર નીલ વેગનરના બાઉન્સરનાં વખાણ કરવામાં આવ્યાં હતાં.

મૅથ્યુ વેડ
મૅથ્યુ વેડ

ઑસ્ટ્રેલિયન ક્રિકેટર મૅથ્યુ વેડ દ્વારા હાલમાં ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલર નીલ વેગનરના બાઉન્સરનાં વખાણ કરવામાં આવ્યાં હતાં. ગયા વર્ષે ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની સિરીઝમાં વેગનરે ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને ઘણા હેરાન કર્યા હતા. જોકે વર્ષના અંતમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાવાની છે અને આ સિરીઝમાં યજમાન ટીમ પાછલી હારનો બદલો લેવા માટે પૂરતી તૈયારી કરી રહી છે. આ વિશે વેડનું કહેવું છે કે ‘આ વર્ષના અંતે રમાનારી સિરીઝમાં ભારતીય બોલર્સનો બાઉન્સર વેગનર કરતાં વધારે અસરકારક નહીં હોય. ટીમ પ્રયાસ તો કરશે, પણ મને નથી લાગતું કે એમાં તેઓ સફળ થશે. મને નથી લાગતું કે ટીમમાં કોઈ એવો પ્લેયર છે જે સતત બાઉન્સર નાખી શકે અને પ્લેયરને હેરાન કરીને વિકેટ લઈ શકે. એ મુદ્દો તો અમે ઉકેલી લઈશું, પણ મને નથી લાગતું કે ભારતીય બોલરોનો બાઉન્સર વેગનર કરતાં વધારે ખતરનાક હશે. છેલ્લા લાંબા સમયથી આવું ક્યારેય નથી થયું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK