Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતની જી. એસ. લક્ષ્મીએ પુરુષોની વન-ડેમાં રેફરી બનનાર પ્રથમ મહિલા બની

ભારતની જી. એસ. લક્ષ્મીએ પુરુષોની વન-ડેમાં રેફરી બનનાર પ્રથમ મહિલા બની

06 December, 2019 11:11 AM IST | Mumbai

ભારતની જી. એસ. લક્ષ્મીએ પુરુષોની વન-ડેમાં રેફરી બનનાર પ્રથમ મહિલા બની

જી. એસ. લક્ષ્મી

જી. એસ. લક્ષ્મી


મહિલા ક્રિકેટમાં મૅચ-રેફરી તરીકે ફરજ બજાવનાર ભારતની ભૂતપૂર્વ મહિલા ખેલાડી જી. એસ. લક્ષ્મી રવિવારે સંયુક્ત આરબ અમીરાતમાં વર્લ્ડ કપ લીગ-ટૂની ત્રીજી સિરીઝની શરૂઆતની પુરુષોની વન-ડેમાં રેફરી તરીકે ફરજ બજાવશે. આ સાથે તે પુરુષોની વન-ડેમાં રેફરી બનનાર પ્રથમ મહિલા બનશે.
આ વર્ષમાં લક્ષ્મીની આ બીજી મોટી ઉપલબ્ધિ છે. આ પહેલાં મે મહિનામાં લક્ષ્મી મૅચ-રેફરીઓની આઇસીસી ઇન્ટરનૅશનલ પૅનલમાં સામેલ થનાર પ્રથમ મહિલા બની હતી.
૫૧ વર્ષની લક્ષ્મીનો સૌપ્રથમ ૨૦૦૮-’૦૯ની સીઝનમાં મહિલાઓની ડોમેસ્ટિક મૅચમાં રેફરી તરીકે નિયુક્તિ થઈ હતી. લક્ષ્મીએ અત્યાર સુધી મહિલાઓની ૩ વન-ડે અને સાત ટી૨૦ ઇન્ટરનૅશનલ ઉપરાંત પુરુષોની ૧૬ ટી૨૦ ઇન્ટરનૅશનલ મૅચમાં રેફરી રહી ચૂકી છે. 


Whatsapp-channel Whatsapp-channel

06 December, 2019 11:11 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK