ટીમની કમાન હરમનપ્રીતના હાથમાં વર્લ્ડ કપ ટી૨૦ માટે ઇન્ડિયન વુમન્સ ટીમની થઈ જાહેરાત

Published: Jan 13, 2020, 17:02 IST | Harit Joshi | Mumbai Desk

ટીમમાં રિચા ઘોષ એકમાત્ર નવો ચહેરો : ૨૧ ફેબ્રુઆરીએ ઑસ્ટ્રેલિયા સામે ખોલશે યુદ્ધનો મોરચો

પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન કૅપ્ટન હરમનપ્રીત કૌર. તસવીર : સુરેશ કરકેરા
પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન કૅપ્ટન હરમનપ્રીત કૌર. તસવીર : સુરેશ કરકેરા

આવતા મહિનાથી ઑસ્ટ્રેલિયામાં શરૂ થઈ રહેલા વુમન્સ ટી૨૦ વર્લ્ડ કપ માટે ઇન્ડિયન વુમન્સ સ્ક્વૉડની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં સોંપવામાં આવી છે. નવા પ્લેયરના રૂપમાં એકમાત્ર રિચા ઘોષનો ૧૫ મેમ્બરોની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ઑસ્ટ્રેલિયામાં ૨૧ ફેબ્રુઆરીથી વુમન્સ ટી૨૦ વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે જેમાં પહેલી મૅચ ઇન્ડિયા અને ઑસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાશે. ઇન્ડિયા અને ઑસ્ટ્રેલિયા સહિત ગ્રુપ ‘એ’માં ન્યુ ઝીલૅન્ડ, શ્રીલંકા અને બંગલા દેશને સ્થાન અપાયું છે, જ્યારે ગ્રુપ ‘બી’માં ઇંગ્લૅન્ડ, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ, પાકિસ્તાન અને થાઇલૅન્ડને સામેલ કરવામાં આવ્યાં છે. ટીમ ઇન્ડિયા વતી રમનાર પ્લેયર શેફાલી વર્માનો આ પહેલી આઇસીસી ઇવેન્ટ હશે.

સ્પિનરો અમારી તાકાત છે : હરમનપ્રીત કૌર
ગઈ કાલે વર્લ્ડ કપ ટી૨૦ માટે ઇન્ડિયન વુમન્સ ટીમની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ટીમની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં સોંપવામાં આવી છે. જોકે ૧૫ મેમ્બરોની સ્ક્વૉડમાં ચાર સ્પિનર, પૂનમ યાદવ, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ અને દીપ્તિ શર્માનો સમાવેશ છે.
પેસવાળી પરિસ્થિતિમાં ચાર ‌સ્પિનરોને લઈને રમવાના નિર્ણયને ટેકો આપતાં કૅપ્ટન હરમનપ્રીતનું કહેવું છે કે ‘ટીમની વાત કરીએ તો સ્પિનરો અમારી તાકાત છે અને એટલે જ અમે વધારે સ્પિનરોને લઈને રમવા માગીએ છીએ. હવે જોવાનું એ છે કે આ બોલરો ટીમને ઑસ્ટ્રેલિયામાં કઈ રીતે મદદ કરે છે અને અમે તેમની ક્ષમતાનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ છીએ. ટીમને જ્યારે પણ તેમની જરૂર પડી છે ત્યારે તેમણે ટીમ માટે સારો પર્ફોર્મન્સ આપ્યો છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK