ટોક્યો ઑલિમ્પિક્સને શરૂ થવા આડે હવે ગણીને ૨૦૦ જેટલા દિવસ બાકી રહ્યા છે અને ઇન્ડિયન મેન્સ ઍન્ડ વિમેન્સ હૉકી ટીમના કૅપ્ટન મનપ્રીત સિંહ અને રાની રામપાલનું માનવું છે કે આવનારા આ ૨૦૦ દિવસ તેમને માટે ઘણા મહત્ત્વના છે. આ સાથે તેમનું કહેવું છે કે પ્લેયર્સ બહારનાં કોઈ પણ પરિબળને લીધે પોતાની તૈયારીને અસરગ્રસ્ત થવા નહીં દે. જુલાઈ-ઑગસ્ટ મહિનામાં જપાનની રાજધાની ટોક્યોમાં ઑલિમ્પિક્સનું આયોજન કરવામાં આવ્યું છે.
ઇન્ડિયન મેન્સ હૉકી ટીમના કૅપ્ટન મનપ્રીત સિંહનું કહેવું છે કે ‘ગયા વર્ષમાંથી અમે સૌથી મોટી વાત જે શીખ્યા છે એ એમ છે કે કોઈ પણ બાહ્ય પરિબળને અમારા લક્ષ્યની વચ્ચે આવવા નહીં દઈએ. અમારા માર્ગમાં અનેક તકલીફો આવશે, પણ અમારે ગભરાયા વિના આગળ વધતા રહેવાનું છે અને જે પણ અમારા કન્ટ્રોલમાં છે એના પર ધ્યાન કેન્દ્રિત કરી પોતાનું બેસ્ટ આપવાનું છે. આ વખતે ઑલિમ્પિક્સને ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે, પણ અમે માનસિક રીતે તૈયાર છીએ. આવતા ૨૦૦ દિવસ અમારા જીવનના સૌથી અગત્યના દિવસ રહેવાના છે અને દરેકે ટ્રેઇનિંગમાં અને સ્પર્ધામાં પોતાનું ૧૦૦ ટકા આપવાનું રહેશે.’
ઇન્ડિયન વિમેન્સ હૉકી ટીમની કૅપ્ટન રાની રામપાલે કહ્યું કે ‘ચાર મહિના પહેલાં જે નૅશનલ કૅમ્પ યોજાયો હતો એમાં અમે અમારી પહેલાંની ક્ષમતા મેળવવા ઘણી મહેનત કરી હતી. આવતા કેટલાક મહિનામાં અમારું લક્ષ્ય બાકી રહેલા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે. આ વર્ષની સ્પર્ધા બતાવશે કે અમે કયા સ્તરે ઊભા છીએ અને અમારે ક્યાં સુધારો કરવો જરૂરી છે. અહીંથી જ અમારે દરેક વસ્તુ માટે સખત મહેનત કરવાની રહેશે. ટીમમાં ઘણા સારા યુવાઓ આવી રહ્યા છે અને મને ભરોસો છે કે તેઓ ટીમમાં પોતાનું યોગદાન આપશે. હું ઇચ્છું છું કે ટીમમાં સારી કૉમ્પિટિશન થાય જેથી દરેક પ્લેયર પોતાનું બેસ્ટ આપવાનો પ્રયાસ કરે. કોઈ પણ પ્રકારની ઇન્જરીથી દૂર રહેવા અમારે માનસિક અને શારીરિક રીતે ફિટ રહેવું પડશે.’
ઇંગ્લૅન્ડ સિરીઝની પહેલી બે ટેસ્ટ મૅચ માટે જાહેર થઈ ટીમ ઇન્ડિયા
20th January, 2021 10:35 ISTવર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ઇન્ડિયા ફરી નંબર-વન
20th January, 2021 10:34 ISTમહત્ત્વની ક્ષણોમાં ભારતે સારું પર્ફોર્મ કર્યું, ઑસ્ટ્રેલિયા ચૂકી ગયું: ટિમ પેઇન
20th January, 2021 10:32 ISTદરેક પ્લેયરને પોતાનું યોગદાન આપતા જોઈને ઘણું સારું લાગ્યું: રહાણે
20th January, 2021 10:30 IST