Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતીય મહિલા ટીમ સતત પાંચમી T20 મૅચ હારી

ભારતીય મહિલા ટીમ સતત પાંચમી T20 મૅચ હારી

05 March, 2019 10:53 AM IST |

ભારતીય મહિલા ટીમ સતત પાંચમી T20 મૅચ હારી

સ્મૃતિ મંધાના

સ્મૃતિ મંધાના


ગુવાહાટીમાં ગઈ કાલે ઇંગ્લૅન્ડ સામેની ત્રણ T20 મૅચની સિરીઝની પહેલી મૅચમાં ભારતીય મહિલા ટીમનો ૪૧ રનથી પરાજય થયો હતો. T20 ઇન્ટરનૅશનલમાં ભારતીય ટીમનો આ સતત પાંચમો પરાજય હતો. નવેમ્બરમાં વેસ્ટ ઇન્ડીઝમાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડ સામેની સેમી ફાઇનલમાં હાર બાદ ગયા મહિને ન્યુ ઝીલૅન્ડમાં રમાયેલી ત્રણ મૅચની સિરીઝની બધી જ મૅચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આમ હવે કોચ ડબ્લ્યુ. વી. રામને આવતા વર્ષની શરૂઆતમાં ઑસ્ટ્રેલિયામાં રમાનારા T20 વર્લ્ડ કપ પહેલાં ખૂબ મહેનત કરવી પડશે.

ગઈ કાલે ભારતીય ટીમને ઇંગ્લૅન્ડે જીત માટે ૧૬૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો, પણ તેઓ 20 ઓવરમાં ૬ વિકેટે ૧૧૯ રન જ બનાવી શકી હતી અને ૪૧ રનથી પરાજય જોવો પડ્યો હતો. ઇંગ્લૅન્ડે ઓપનર ટૅમી બ્લુમોન્ટના ૫7 બૉલમાં ૬૨ અને કૅપ્ટન હીથર નાઇટની 20 બૉલમાં ૪૦ રનની આક્રમક ઇનિંગ્સને જોરે 20 ઓવરમાં ચાર વિકેટે ૧૬૦ રન બનાવ્યા હતા.



નાઇટે અરુંધતી રેડ્ડીની ૧૮મી ઓવરમાં લગાતાર પાંચ બૉલમાં પાંચ ફોર ફટકારીને કુલ ૨૧ રન બનાવ્યા હતા. ૧7મી ઓવરમાં ૧૧ અને ૧૯મી ઓવરમાં ૯ રન એમ એ ત્રણ ઓવરમાં જ ૪૧ રન ફટકારાયા હતા અને ભારતીય ટીમના ૪૧ રનથી પરાજય માટે કારણભૂત બન્યા હતા. પહેલી વાર ટીમનું નેતૃત્વ કરી રહેલી સ્મૃતિ મંધાનાએ પણ મૅચ બાદ છેલ્લી ઓવરોમાં આપી દીધેલા વધુ રનને જ હારનું મુખ્ય કારણ ગણાવ્યું હતું.


હવે બીજી T20 ગુવાહાટીમાં જ ગુરવારે રમાશે.

રૈનાનો રેકૉર્ડ તોડીને મંધાના બની સૌથી યુવા ભારતીય T20 કૅપ્ટન


ટીમની હાર અને માત્ર બે જ રન પર આઉટ થતાં સ્મૃતિ મંધાના માટે કૅપ્ટન તરીકેની પહેલી મૅચ નિરાશાજનક રહી હતી. જોકે તેણે કૅપ્ટન તરીકે મેદાનમાં ઊતરીને એ નવો ભારતીય રેકૉર્ડ તેના નામ પર કરી લીધો હતો. સ્મૃતિએ ૨૨ વર્ષ અને ૨૨૯ દિવસની ઉંમર સાથે ભારતીય ક્રિકેટ ઇતિહાસની સૌથી યુવા T20 કૅપ્ટન બની ગઈ હતી. આ પહેલાં આ રેકૉર્ડ ૨૩ વર્ષ ૧૯7 દિવસનો સુરેશ રૈનાના નામે હતો. મહિલા ટીમની વાત કરીએ તો આ રેકૉર્ડ હરમનપ્રીત કૌરના નામે હતો. હરમનપ્રીતે ૨૩ વર્ષ અને ૨૩7 દિવસની ઉંમરે પ્રથમ વાર T20 ટીમની કમાન સંભાળી હતી. હરમનપ્રીત ઇન્જર્ડ થતાં સ્મૃતિને ટીમની કમાન સોંપવામાં આવી છે.

આ પણ વાંચો : કોહલીનો નંબર વન બૅટ્સમૅનનો તાજ છીનવી શકે છે વિલિયમસન

ઝૂલન બની નંબર વન વન-ડે બોલર

ઇંગ્લૅન્ડ સામે ગયા અઠવાડિયે પૂરી થયેલી વન-ડે સિરીઝમાં ભારતીય ટીમની જીતમાં મહત્વનો રોલ ભજવનાર ઝૂલન ગોસ્વામી વન-ડે રૅન્કિંગમાં નંબર વન બોલર બની ગઈ હતી. છેલ્લે ફેબ્રુþઆરી 20૧7માં નંબર વનના સ્થાને બિરાજમાન થનાર ૩૬ વર્ષીય ગોસ્વામીએ ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં સૌથી વધુ ૮ વિકેટ લીધી હતી.

Whatsapp-channel Whatsapp-channel

05 March, 2019 10:53 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK