Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ઓલિમ્પિક હોકી ટેસ્ટ: ભારતીય ટીમે ચીન સામે ડ્રો રમી ફાઇનલમાં જગ્યા બનાવી

ઓલિમ્પિક હોકી ટેસ્ટ: ભારતીય ટીમે ચીન સામે ડ્રો રમી ફાઇનલમાં જગ્યા બનાવી

20 August, 2019 09:31 PM IST | Mumbai

ઓલિમ્પિક હોકી ટેસ્ટ: ભારતીય ટીમે ચીન સામે ડ્રો રમી ફાઇનલમાં જગ્યા બનાવી

ભારતીય મહિલા હોકી (PC : Hockey India)

ભારતીય મહિલા હોકી (PC : Hockey India)


Mumbai : ઓલિમ્પિક હોકી ટેસ્ટ ઇવેન્ટમાં ભારતીય મહિલા હોકી ટીમે ચીન સામે મેચ ગોલ રહીત ડ્રો રમી હતી. જોકે મહત્વની વાત એ છે કે ભારતીય મહિલા ટીમે ચીન સામેની મેચ ડ્રો રમીને ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ભારતીય ટીમે ચીન સામેની મેચમાં પહેલા ક્વાર્ટરમાં સારા લયમાં જોવા મળી હતી અને તેણે ચીનના ડિફેન્સ પર સતત દબાવ બનાવ્યો હતો. વિશ્વમાં 10મા નંબરની ભારતીય મહિલા ટીમને આઠમી મિનિટમં પેનલ્ટી કોર્નર મળ્યો પરંતુ ગુરજીત કૌર ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી.




પહેલા બંને ક્વાર્ટરમાં ભારતીય મહિલા ટીમ આક્રમક જોવા મળી
ચીન સામેની મેચમાં ભારતીય મહિલા ટીમ બીજા ક્વાર્ટરમાં પણ આક્રમક શરૂઆત કરી અને તેણે
17મી મિનિટમાં બીજો પેનલ્ટી કોર્નર હાસિલ કર્યો હતો. ગુરજીતના પ્રયાસને ફરી ચીની ગોલકીપર ડોંગઝિયાઓ લીએ નિષ્ફળ કરી દીધો હતો. ચીને ફાઇનલમાં પહોંચવા માટે જીતની જરૂર હતી પરંતુ ભારતીય ડિફેન્સે તેના દરેક હુમલાને નિષ્ફળ કરવામાં કોઈ કસર ન છોડી. ભારતીય મહિલા ટીમ ત્રણ મેચોમાં પાંચ પોઈન્ટ સાથે ટોપ પર રહી અને હવે બુધવારે ફાઇનલમાં તેનો મુકાબલો વિશ્વની 14મા નંબરની ટીમ જાપાન સામે થશે. ત્રીજા અને ચોથા સ્થાન માટે ચીન અને ઓસ્ટ્રેલિયા ટકરાશે.

ઓસ્ટ્રેલિયા જેવી મજબુત ટીમ સામે ભારતે ડ્રો મેચ રમી આત્મવિશ્વાસ વધાર્યો હતો
ભારતીય મહિલા હોકી ટીમ હાલ તેનું શાનદાર પ્રદર્શન કરી રહી છે. અત્યારે ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટમાં ભારતીય મહિલા હોકી ટીમે રાઉન્ડ રોબીન લીગ મેચમાં વિશ્વની બીજા ક્રમની ઓસ્ટ્રેલિયાની ટીમ સામે 2-2થી ડ્રો રમી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા ભારતીય મહિલા ટીમે પોતાની પહેલી મેચમાં જાપાનને 2-1થી માત આપીને પોતાનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. ત્યારે ઓસ્ટ્રેલિયા જેવી મજબુત ટીમ સામ ડ્રો રમીને ટીમ ઇન્ડિયાનો આત્મવિશ્વાસ વધ્યો છે.

આ પણ જુઓ : શું તમને ખબર છે કેટલું ભણેલા છે આ સ્ટાર ભારતીય ક્રિકેટર્સ?

આ પહેલા ભારતીય મહિલા હોકી ટીમે 2-1થી જાપાનને હરાવ્યું હતું
જાપાન સામેની મેચમાં ભારતે આક્રમક શરૂઆત કરી હતી અને પ્રથમ મિનિટથી એટેકિંગ રમત દાખવી હતી. તેનું પરિણામ પ્રથમ ક્વાર્ટરમાં જ મળ્યું હતું. મેચની નવમી મિનિટે ગુરજિતે ગોલ કરીને ભારતને 1-0 થી આગળ કરી દીધું હતું. જોકે ભારત આ લીડને લાંબો સમય સુધી ટકાવી શક્યું નહોતું. બીજા ક્વાર્ટરની પ્રારંભમાં જ જાપાને સ્કોરને 1-1થી સરભર કરી દીધો હતો. યજમાન ટીમ તરફથી નિશિખોરીએ 16મી મિનિટે ગોલ નોંધાવ્યો હતો. ત્યાર બાદ બાદ બંને ટીમોએ વારંવાર એકબીજાના ગોલ પોસ્ટ ઉપર આક્રમણ કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2019 09:31 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK