Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ઓલિમ્પિક હોકી ટેસ્ટ: ભારતે વર્લ્ડ નંબર 2 ઓસી. સામે 2-2થી ડ્રો મેચ રમી

ઓલિમ્પિક હોકી ટેસ્ટ: ભારતે વર્લ્ડ નંબર 2 ઓસી. સામે 2-2થી ડ્રો મેચ રમી

19 August, 2019 08:00 PM IST | Mumbai

ઓલિમ્પિક હોકી ટેસ્ટ: ભારતે વર્લ્ડ નંબર 2 ઓસી. સામે 2-2થી ડ્રો મેચ રમી

ભારતીય મહિલા હોકી ટીમ (PC : Hockey India)

ભારતીય મહિલા હોકી ટીમ (PC : Hockey India)


Mumbai : ભારતીય મહિલા હોકી ટીમ હાલ તેનું શાનદાર પ્રદર્શન કરી રહી છે. અત્યારે ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટમાં ભારતીય મહિલા હોકી ટીમે રાઉન્ડ રોબીન લીગ મેચમાં વિશ્વની બીજા ક્રમની ઓસ્ટ્રેલિયાની ટીમ સામે 2-2થી ડ્રો રમી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા ભારતીય મહિલા ટીમે પોતાની પહેલી મેચમાં જાપાનને 2-1થી માત આપીને પોતાનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. ત્યારે ઓસ્ટ્રેલિયા જેવી મજબુત ટીમ સામ ડ્રો રમીને ટીમ ઇન્ડિયાનો આત્મવિશ્વાસ વધ્યો છે. હવે ભારતનો મુકાબલો મંગળવારે ચીન સામે થશે. આ ઇવેન્ટમાં હવે રાઉન્ડ રોબીન લીગની ભારત માટેની છેલ્લી મેચ રહેશે.




મેચમાં પહેલો ગોલ ઓસ્ટ્રેલિયાએ પેનલ્ટીના રૂપમાં કર્યો હતો
મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 14મી મિનિટે પેનલ્ટી સ્ટ્રોક મળ્યો હતો જેને કેટલિન નોબ્સે ગોલમાં રૂપાંતરિત કર્યો હતો. બીજા ક્વાર્ટરમાં પણ ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતની ટીમ પર હાવી રહી હતી. ૩૬મી મિનિટે વંદના કટારિયાએ ગોલ કરીને 1-1થી સ્કોર સમકક્ષ કર્યો હતો. 43મી મિનિટે ઓસ્ટ્રેલિયાની ગ્રેસ સ્ટીવર્ટે ગોલ કરીને ટીમને 2-1થી બઢત અપાવી હતી. જોકે ભારતીય ખેલાડીઓએ મજબૂત વાપસી કરી હતી અને ૫૯મી મિનિટમાં ડ્રેગ ફ્લિકર ગુરજિત કૌરે ગોલ કરીને મેચને ડ્રો કરાવી હતી.



આ પણ વાંચો : ઓલિમ્પિક હોકી ટેસ્ટ : ભારતે 2-1થી જાપાનને રગદોળ્યું

ભારતીય પુરુષોની ટીમનો ન્યૂઝીલેન્ડ સામે પરાજય
આ ઇવેન્ટની પુરુષોની એક મેચમાં ભારતની ટીમનો ન્યૂઝીલેન્ડ સામે 1-2થી પરાજય થયો હતો. બીજી મિનિટે ભારતને કેપ્ટન હરમનપ્રીતે ગોલ કરીને બઢત અપાવી હતી, પણ ન્યૂઝીલેન્ડના જેકબ સ્મિથે 47મી મિનિટે અને સેમ લેને 60મી મિનિટે ગોલ કરીને ભારતને હરાવ્યું હતું.


આ પણ જુઓ : ક્રિકેટ પીચની બહાર પણ અનોખો છે સચિનનો અંદાજ

આ પહેલા ભારતીય મહિલા હોકી ટીમે 2-1થી જાપાનને હરાવ્યું હતું
જાપાન સામેની મેચમાં ભારતે આક્રમક શરૂઆત કરી હતી અને પ્રથમ મિનિટથી એટેકિંગ રમત દાખવી હતી. તેનું પરિણામ પ્રથમ ક્વાર્ટરમાં જ મળ્યું હતું. મેચની નવમી મિનિટે ગુરજિતે ગોલ કરીને ભારતને 1-0 થી આગળ કરી દીધું હતું. જોકે ભારત આ લીડને લાંબો સમય સુધી ટકાવી શક્યું નહોતું. બીજા ક્વાર્ટરની પ્રારંભમાં જ જાપાને સ્કોરને 1-1થી સરભર કરી દીધો હતો. યજમાન ટીમ તરફથી નિશિખોરીએ 16મી મિનિટે ગોલ નોંધાવ્યો હતો. ત્યાર બાદ બાદ બંને ટીમોએ વારંવાર એકબીજાના ગોલ પોસ્ટ ઉપર આક્રમણ કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2019 08:00 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK