ભારતીય મહિલા ફુટબોલ ટીમ FC ઓલિમ્પિક 2020 ક્વોલિફાયરમાંથી બહાર

મુંબઈ | Apr 12, 2019, 00:01 IST

મહિલા ફુટબોલ ટીમ હાલ FC ઓલમ્પિક 2020 ક્વોલિફાયરના બીજા રાઉન્ડના ત્રીજા મેચમાં મંગળવારે યજમાન મ્યાનમાર વિરુદ્ધ 3-3થી ડ્રો રમ્યા છતાં આગામી રાઉન્ડમાં જગ્યા બનાવવાથી ચુકી ગઈ છે.

ભારતીય મહિલા ફુટબોલ ટીમ FC ઓલિમ્પિક 2020 ક્વોલિફાયરમાંથી બહાર
ભારતીય મહિલા ફુટબોલ ટીમની હાર (PC : Google)

ભારતીય મહિલા ફુટબોલ ટીમ માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. મહિલા ફુટબોલ ટીમ હાલ FC ઓલમ્પિક 2020 ક્વોલિફાયરના બીજા રાઉન્ડના ત્રીજા મેચમાં મંગળવારે યજમાન મ્યાનમાર વિરુદ્ધ 3-3થી ડ્રો રમ્યા છતાં આગામી રાઉન્ડમાં જગ્યા બનાવવાથી ચુકી ગઈ છે. ભારત માટે સંધ્યાએ 10મી, સંજૂએ 32મી અને રતન બાલા દેવીએ 64મી મિનિટે ગોલ કર્યાં હતા. મ્યાનમાર માટે વિન થિંગી તુને 17મી, 22મી અને 72મી મિનિટમાં ત્રણ ગોલ કર્યા હતા.

ભારતીય ટીમ 64મી મિનિટ સુધી રતનબાલા દેવીના ગોલની મદદથી મુકાબલામાં 3-2થી આગળ હતી. પરંતુ 72મી મિનિટમાં મ્યાનમારના હાથે ગોલ ખાવાને કારણે મેચ 3-3થી બરોબરી પર આવી ગયો અને અંતમાં આ સ્કોર પર ડ્રો સમાપ્ત થયો હતો.

ટૂર્નામેન્ટમાં આ પહેલા બંન્ને ટીમો બે-બે મેચ રમી હતી અને બંન્નેના 6-6 પોઈન્ટ હતા. પરંતુ ગોલના અંતરના આધાર પર યજમાન મ્યાનમારની ટીમ ગ્રુપ-એમાં આગળ હતી અને હવે તેણે આગામી રાઉન્ડ માટે પોતાનું સ્થાન પાક્કુ કરી લીધું છે.  પાંચ મહિના પહેલા કોચ મેયમોલ રોકીના માર્ગદર્શનમાં ભારતીય ટીમે મ્યાનમારમાં જ રમતા પ્રથમવાર ક્વોલિફાયરના બીજા રાઉન્ડમાં સ્થાન મેળવ્યું હતું. પરંતુ આ વખતે પણ તે આગળ વધી શકી નથી. ભારતીય ટીમ ગોલના અંતરને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK