ભારતીય મહિલા ટીમે ફૂટબૉલ ટુર્નામેન્ટ ફરીથી જીતી લીધી
મૅચની ત્રીજી જ મિનિટમાં ગોલ કરીને નેપાલે લીડ મેળવી હતી, પણ ભારતે પાંચ મિનિટ બાદ ગોલ કરીને ૧-૧ની બરાબરી કરી લીધી હતી. હાફ ટાઇમમાં ૧-૧ની બરાબરી બાદ છેલ્લે ૬૪મી અને ૮૭મી મિનિટે ભારતે વધુ બે ગોલ ફટકારીને આખરે મૅચ ૩-૧થી જીતીને વિજેતાપદ જાળવી રાખ્યું હતું. ભારત વતી સુપ્રિયા રૉય, બેમબેમદેવી અને કમલાદેવીએ ગોલ ફટકાર્યા હતા.