ભારતની આ મહિલા ક્રિકેટરે સચિન તેંડુલકરનો 30 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો

Published: Nov 10, 2019, 22:50 IST | Mumbai

ભારતીય ટીમની શેફાલી વર્માએ શાનદાર પ્રદર્શન કરતા અડધી સદી ફટકારી હતી. શેફાલીએ આ સાથે એક રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. તેણે 15 વર્ષ અને 285 દિવસની 49 બોલમાં 73 રનની ઇનિંગ્સ રમીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

મહિલા ક્રિકેટર શેફાલી વર્મા (PC : BCCI)
મહિલા ક્રિકેટર શેફાલી વર્મા (PC : BCCI)

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં રવિવારે ભારતીય ટીમની શેફાલી વર્માએ શાનદાર પ્રદર્શન કરતા અડધી સદી ફટકારી હતી. શેફાલીએ આ સાથે એક રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. તેણે 15 વર્ષ અને 285 દિવસની 49 બોલમાં 73 રનની ઇનિંગ્સ રમીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. અગાઉ સચિન તેંડુલકરે પોતાની મેડન ટેસ્ટ ફિફટી 1989માં પાકિસ્તાન સામે 16 વર્ષ અને 214 દિવસની વયે મારી હતી. શેફાલીની ઇનિંગ્સ થકી ભારતે પ્રથમ ટી-20માં વિન્ડીઝને 84 રને હરાવ્યું હતું. ટીમ ઇન્ડિયા 5 મેચની સીરિઝમાં 1-0થી આગળ છે.સ્મૃતિ-શેફાલીની 143 રનની ઓપનિંગ ભાગીદારી
ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 4 વિકેટે 185 રન કર્યા હતા. ઓપનર્સ સ્મૃતિ મંધાના અને શેફાલીએ પ્રથમ વિકેટ માટે 143 રનની ભાગીદારી કરી હતી. સ્મૃતિએ 46 બોલમાં 67 રન કર્યા હતા. બંનેના આઉટ થયા પછી હરમનપ્રીત કોર અને વેદા કૃષ્ણમૂર્તિએ ઇનિંગ્સને ફિનિશિંગ ટચ આપતા અનુક્રમે 13 બોલમાં 21 અને 7 બોલમાં 15 રન કર્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ 9 વિકેટે 101 રન જ કરી શકી હતી. તેમના માટે વિકેટકીપર શેમેન કેમ્પબલે સર્વાધિક 33 રન કર્યા હતા. ભારત માટે શીખા પાંડે, રાધા યાદવ અને પૂનમ યાદવે 2-2 વિકેટ લીધી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK