ન્યુ ઝીલૅન્ડે ફૉલો-ઑન થયા પછી ૪૧ રનમાં ૧ વિકેટ ગુમાવી

Published: 26th August, 2012 05:15 IST

    ન્યુ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમૅચ (સ્ટાર ક્રિકેટ પર સવારે ૯.૩૦)માં ગઈ કાલના ત્રીજા દિવસે મેઘરાજાના પ્રકોપને કારણે રમત મોડી શરૂ થઈ હતી અને લંચ બાદ કલાક પછી વરસાદને લીધે પૂરી જાહેર કરવામાં આવી હતી,

હૈદરાબાદ : પરંતુ એ દરમ્યાનની કુલ ૩૮ ઓવરમાં ભારતીય ટીમે મૅચ પરની પકડ વધુ મજબૂત કરી લીધી હતી. ગઈ કાલની રમતને અંતે ન્યુ ઝીલૅન્ડનો ફૉલો-ઑન પછીનો બીજા દાવનો સ્કોર એક વિકેટના ભોગે ૪૧ રન હતો.

ભારતને ૨૭૯ રનની લીડ

પ્રથમ દાવમાં ભારતે ધાર્યા પ્રમાણે કિવીઓને ફૉલો-ઑન થવાની ફરજ પાડી હતી. ભારતીયોએ ૨૭૯ રનની લીડ લીધી હતી.

અશ્વિનની છ વિકેટ

પ્રથમ દાવમાં સ્પિનર રવિચન્દ્રન અશ્વિને છ વિકેટ લીધી હતી. ટેસ્ટના દાવમાં પાંચ કે વધુ વિકેટની સિદ્ધિ તેણે ત્રણ વખત મેળવી છે. પ્રજ્ઞાન ઓઝાએ કિવીઓના પ્રથમ દાવમાં ત્રણ વિકેટ લીધી હતી.

બીજા દાવમાં તેમની પડેલી એકમાત્ર વિકેટ લેનાર ઓઝાએ રમત વરસાદને કારણે સમેટી લેવામાં આવ્યા પછી પત્રકારોને કહ્યું હતું કે ‘આ મૅચ મારા હોમટાઉન હૈદરાબાદમાં રમાઈ રહી હોવાથી ફસ્ર્ટ ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેવાનું મેં જ લક્ષ્ય રાખ્યું હતું, પરંતુ એમાં સફળ નહોતો થઈ શક્યો. જોકે હવે બીજા દાવમાં એ ઇચ્છા પૂરી કરવી છે. ફસ્ર્ટ ઇનિંગ્સમાં અશ્વિને પાંચ વિકેટની સિદ્ધિ મેળવી અને હવે મારો વારો છે.’

સ્કોર-બોર્ડ

ભારત : પ્રથમ દાવ

૪૩૮ રને ઑલઆઉટ (પુજારા ૧૫૯, ધોની ૭૩, કોહલી ૫૮, સેહવાગ ૪૭, અશ્વિન ૩૭, જીતેન પટેલ ૧૦૦ રનમાં ચાર અને બોલ્ટ ૯૩ રનમાં ત્રણ વિકેટ)

ન્યુ ઝીલૅન્ડ : પ્રથમ દાવ

૧૫૯ રને ઑલઆઉટ (જેમ્સ ફ્રૅન્કલિન ૪૩, અશ્વિન ૩૧ રનમાં છ, ઓઝા ૪૪ રનમાં ત્રણ અને ઉમેશ ૨૪ રનમાં એક વિકેટ, ઝહીર ૩૩ રનમાં એક પણ વિકેટ નહીં)

ન્યુ ઝીલૅન્ડ : (ફૉલો-ઑન પછી) બીજો દાવ

એક વિકેટે ૪૧ રન (ગપ્ટિલ ૧૬, બ્રેન્ડન મૅક્લમ ૧૬ નૉટઆઉટ, વિલિયમસન ૩ નૉટઆઉટ, ઓઝા ૧૩ રનમાં એક વિકેટ)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK