ઇન્ડિયન સિક્સર કિંગ રોહિત શર્મા

Published: Dec 13, 2019, 16:23 IST | Dinesh Savalia | Mumbai

રોહિત શર્મા 400 ઇન્ટરનૅશનલ સિક્સરની ક્બલમાં તેની 354મી ઇન્ટરનૅશનલ મૅચમાં સામેલ થઈને સૌથી ફાસ્ટેસ્ટ ખેલાડી બની ગયો હતો.

રોહિત શર્મા (PC : Jagran)
રોહિત શર્મા (PC : Jagran)

હિટમૅન રોહિત શર્માએ બુધવારે હોમ ગ્રાઉન્ડ વાનખેડેમાં વેસ્ટ ઇન્ડીઝ સામે છેલ્લી ટી20 માં પાંચ સિક્સર અને ૬ ફોર સાથે ૩૪ બૉલમાં ૭૧ રનની લાજવાબ ઇનિંગ રમીને જીતનો મજબૂત પાયો નાખી આપ્યો હતો. રોહિતે બુધવારે ત્રીજી ઓવરના પહેલા જ બૉલે સિક્સર ફટકારીને ઇન્ટરનૅશનલ ક્રિકેટ (ટેસ્ટ, વન-ડે અને ટી20)માં 400 સિક્સર ફટકારનાર પ્રથમ બૅટ્સમૅન બની ગયો હતો. ઓવરઑલ આવી કમાલ કરનાર તે ક્રિસ ગેઇલ (534) અને શાહીદ આફ્રિદી (476) બાદ ત્રીજો ખેલાડી બની ગયો હતો. ઇન્ટરનૅશનલ સિક્સરોની વાત કરીએ તો રોહિત બાદ બીજા નંબરે મહેન્દ્ર સિંહ ધોની ૩૫૯ સિક્સરો સાથે બીજા અને સચિન તેન્ડુલકર 264 સિક્સરો સાથે ત્રીજા નંબરે છે.

આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

રોહિત શર્મા 400 ઇન્ટરનૅશનલ સિક્સરની ક્બલમાં તેની 354 મી ઇન્ટરનૅશનલ મૅચમાં સામેલ થઈને સૌથી ફાસ્ટેસ્ટ ખેલાડી બની ગયો હતો. રોહિત વન-ડે અને ટી૨૦માં સૌથી વધુ સિક્સરો ફટકારી ભારતીય ખેલાડીઓની યાદીમાં સૌથી ટૉપ પર છે અને ટેસ્ટમાં જોકે તેને વધુ રમવા મળ્યું ન હોવાથી બાવન સિક્સર સાથે પાંચમા નંબરે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK